ભચાઉના શિવલખા પાસે વીજટાવર ધરસાઈ વિજલાઈન ખેંચતી વખતે ટાવર ધરસાઈ થયો
ભચાઉના શિવલખા પાસે વીજટાવર ધરસાઈ વિજલાઈન ખેંચતી વખતે ટાવર ધરસાઈ થયો
ભચાઉના શિવલખા પાસે નબળા પિલરના કારણે વિજ ટાવર તૂટી પડતા શ્રમિકનો પગ કાપયો, સારવાર માટે મોરબી ખસેડાયો
જનતા દસ્તક ન્યુઝ તારીખ - ૨૩/૧૧/૨૦૨૪ શનિવાર ભચાઉ શિવલખા - શિવલખા પાસે વીજટાવર ધરસાઈ વિજલાઈન ખેંચતી વખતે ટાવર ધરસાઈ થયો ભચાઉ તાલુકાના શિવલખા ગામની સીમમાં વિજ ટાવર નિર્માણની કામગીરી દરમિયાન લોખંડનો મહાકાય ટાવર વચ્ચેથી તૂટી પડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટાવર ઉપર એંગલ જોડવાનું કામ કરતા શ્રમિકો હવામાં લટકી ગયા હતા,
જયારે એક શ્રમિક જમીન ઉપર પટકાતા તેનો પગ ઘૂંટણથી બટકી ગયો હતો. બનાવના પગલે ઉપસ્થિત લોકોમાં ગભરાટ સાથે ભારે દોડધામ થઈ પડી હતી અને ઉપર રહેલા શ્રમિકોને મહામહેનતે સલામત રીતે નીચે ઉતારી બચાવી લેવાયા હતા, જ્યારે ઘાયલ શ્રમિકને ગામના ખાનગી વાહન મારફતે સામખિયાળીની માતૃભાષા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બાદમાં ઘાયલ યુવકને વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ શિવલખા ગામની હદમાં ગઈકાલ સાંજે વિજ ટાવર ઉભા કરવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે પાવર ગેટ કંપનીના ટાવર નિર્માણ કરતી કલ્પતરું એજન્સી હસ્તકના કોન્ટ્રાકટરના લોકો લોખંડના એન્ગલને જોડી ટાવર ઉભા કરવાનું કામ કરી રહ્યા હતા તે સમયે ડાબી તરફનો સિમેન્ટના પિલરમાં તિરાડ પડવાથી એક તફનો ટાવરનો ભાગ નમી જતા દુર્ઘટના સર્જાઈ હતી, જેને લઈ ઉપસ્થિત 20 થી 25 લોકો માં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. અકસ્માતના કારણે ટાવર ઉપર કામ કરતા શ્રમિકો સંતુલન ગુમાવી દેતા સેફટી તાર માં લટકી ગયા હતા જ્યારે 40 વર્ષીય મોન્ટુ મંડળ નામના કામદારનું સંતુલન ના રહેતા તે અંદાજીત 20 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો જેમાં તેનો પગ બટકી ગયો હતો. અકસ્માતના સમયે પસાર થતા સિવલખા ગામના સેવાભાવી ધીરૂભા જીવનજી જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલને તુરંત સામખિયાળીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો.
