ભચાઉ તાલુકાના નવા કટારીયા ગામની સીમ માં ધર્મ ની આડ માં થઇ રહેલ ગેરકાયદેસરના બાંધકામ ને દુર કરવાની કરાઈ ફરિયાદ
• REPUBLIC INDIA TODAY
ભચાઉ તાલુકાના નવા કટારીયા ગામની સીમ માં ધર્મ ની આડ માં થઇ રહેલ ગેરકાયદેસરના બાંધકામ ને દુર કરવાની કરાઈ ફરિયાદ
નવા કટારીયા અને લગધીરગઢ ગામની સીમ વચ્ચેની એક જગ્યાએ ષડયંત્ર પૂર્વક નવા કટારીયા ગામ ની શ્રીસરકાર ની જગ્યા પર અવેધ બાંધકામ કરી ગેરકાયદેસર નું દબાણ કરી અને જમીન હળપવાના પ્રયાસો થઈ રહ્યા છે
આવા અસામાજિક માથાભારે અને લેન્ડગ્રબિંગ કરતા તત્વો પર દાખલો બેસે તેવી કડક માં કડક કાર્યવાહી કરી અને આજુ બાજુ ના લોકો ની શાંતિ અને સલામતી તથા આવનારા ભવિષ્ય માં કોઈ અઘટિત ઘટના ના ઘટે તેને ધ્યાને લઇ આ વિષય અન્વયે આપ પૂર્ણ અને સૂક્ષ્મ તપાસ કરી ગેરકાનૂની કાર્ય ને અટકાવશો એવી ફરિયાદ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરાઈ

