ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ભચાઉ તાલુકાના નવા કટારિયા ગામમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું, અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ

ભચાઉ તાલુકાના નવા કટારિયા ગામમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું, અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ

• REPUBLIC INDIA TODAY

 ભચાઉ તાલુકાના નવા કટારિયા ગામમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું, અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ

ભચાઉ તાલુકાના નવા કટારિયા ગામની સીમમાં સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું છે. આ દબાણના કેસમાં એક અજાણ્યા ઈસમ દ્રારા સરકારી જમીન પર કબજો કરી તેને હળપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તંત્રની તાત્કાલિક કાર્યવાહી સોશિયલ મીડિયાના માધ્યમથી મામલતદારને આ ઘટના અંગે જાણ થતાં, તેમણે તાત્કાલિક તપાસ આદેશ આપ્યો. તપાસમાં ખુલ્યું કે નવા કટારિયા અને લગપીરગઢ ગામની સીમમાં આવેલા એક સ્થળે ગેરકાયદે દબાણ થયું છે. બનાવની સ્થળ મુલાકાત કર્યા બાદ આજે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું.

સ્થાનિક લોકોએ માગ કરી છે કે ગેરકાયદેસર કૃત્ય કરનારા અસામાજિક તત્ત્વો સામે તાત્કાલિક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત ભવિષ્યમાં કોઈ આવી ઘટનાઓ ન થાય તે માટે કડક કાયદાકીય પગલાં લેવા અને શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર કાર્યરત રહે તે જરૂરી છે.

મામલતદારે જણાવ્યું કે, “સામાજિક શાંતિ અને સલામતી જાળવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કડક પગલાં લેવામાં આવશે અને આવનારા સમયમાં આવા અસામાજિક તત્ત્વોને રોકવા માટે પણ કડક કાર્યવાહિ કરવામાં આવશે આ ઘટના તંત્રની સજાગતા અને સ્થાનિકોની સુરક્ષા માટેની કટિબદ્ધતાનું દ્રષ્ટાંત છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ






2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો