અંજારમાં ધમધમતી દેશી દારૂની ફેકટરી ઝડપાઈ: ૨૮૦ લીટર દારૂ સાથે ત્રણની ધરપકડ
અંજારમાં ધમધમતી દેશી દારૂની ફેકટરી ઝડપાઈ: ૨૮૦ લીટર દારૂ સાથે ત્રણની ધરપકડ
જનતા દસ્તક ન્યુઝ - તારીખ - ૨૬/૧૧/૨૦૨૪ - મંગળવાર -કચ્છ - અંજાર - દેશી દારૂની ફેકટરી ઝડપી પાડવાના ઘટનાએ ચકચાર મચાવી છે. ગાંધીનગરથી આવેલ વિજિલન્સના પીઆઈ જી.આર. રબારી અને તેમની ટીમે માહિતીના આધારે અંજારના વીડી વિસ્તારમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા.
વિજિલન્સને મળેલી બાતમી મુજબ, અંજારના વીડી વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ સતત ચાલતી હતી. તપાસ દરમિયાન ૨૮૦ લીટર દેશી દારૂ, ૨૨૦૦ લીટર આથો, અખાદ્ય ગોળ અને અન્ય સામાન મળી કુલ રૂ. ૧,૮૯,૬૦૬, નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તેમજ, વિજિલન્સે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં સલીમ ઉર્ફે કારો જુમા શેખ, ઈકબાલ જામ મામદ શેખ અને અમરશી નારાયણ પારાધીનો સમાવેશ થાય છે. જો કે, મુખ્ય આરોપી કાસમ શેખ હાલ ફરાર છે, અને તેના વિરુદ્ધ વિજિલન્સે આગળની તપાસ શરૂ કરી છે.
આ ઘટના સાથે અંજારના દારૂ વેપારના કાળાબજારનો ચહેરો બહાર આવ્યો છે, અને આ કાર્યવાહીથી વહીવટીતંત્રમાં ચકચાર મચી ગઈ છે.
.
