ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેસ ચોરીનો પર્દાફાશ: લાકડીયા વિસ્તારમાં બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરતા આરોપીઓ ઝડપાયા

લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેસ ચોરીનો પર્દાફાશ: લાકડીયા વિસ્તારમાં બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરતા આરોપીઓ ઝડપાયા

• REPUBLIC INDIA TODAY

 લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેસ ચોરીનો પર્દાફાશ: લાકડીયા વિસ્તારમાં બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરતા આરોપીઓ ઝડપાયા

જનતા દસ્તક ન્યુઝ - તારીખ - ૦૩/૧૨/૨૦૨૪ મંગળવાર કચ્છ: લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસની ચોરી કરી બાટલાઓમાં ગેરકાયદેસર રીતે રીફીલીંગ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહિ હાથ ધરી હતી. આ રીતે ચાલતો હતો ગેરકાયદેસર ધંધો ખાનગી બાતમીમાં જાણવા મળ્યું હતું કે સમાખીયારી-લાકડીયા રોડ પર આવેલ આસુવીરા હોટલના પાછળના ભાગે ગેસ ટેન્કરોમાંથી ગેસ ચોરી કરીને બાટલાઓમાં રીફીલીંગ કરવાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો. ટીમે સ્થળ પર દરોડા પાડતા એક ટેન્કર અને બાટલાઓ સાથે બે આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. 

પકડાયેલા આરોપીઓના નામ અને ઓળખ (1) ગજેન્દ્રસિંહ શ્યામસિંહ શેખાવત (ઉમર 30): રાજસ્થાનના મૂળ વતની અને આસુવીરા હોટલના સંચાલક. (2) મહમદ શાહબુદીન મહમદ રહમતહુશેન શેખ (ઉમર 39): બિહારમાંથી આવેલ ટેન્કર ડ્રાઇવર.

મુદામલની વિગત (1) ગેસના ભરેલા બાટલા: ₹15,000 (2) ખાલી બાટલા: ₹48,000 (3) ગેસ ભરવા માટેના નોઝલ: ₹2,000 (4) ગેસ ટેન્કર: ₹10,00,000 (5) ટેન્કરમાં ભરેલ 16.045 ટન ગેસ: ₹11,27,523 - કુલ મુદામલ: ₹21,92,523

આ કેસમાં લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો