ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ગાંધીધામમાં નકલી ઈડીની ટોળકીનો ભાંડો ફૂટ્યો, ૧૨ શખસો ઝડપાયા

ગાંધીધામમાં નકલી ઈડીની ટોળકીનો ભાંડો ફૂટ્યો, ૧૨ શખસો ઝડપાયા

• REPUBLIC INDIA TODAY

ગાંધીધામમાં નકલી ઈડીની ટોળકીનો ભાંડો ફૂટ્યો, ૧૨ શખસો ઝડપાયા

ગુજરાતમાં નકલી ટોળકીઓ દ્વારા ઠગાઈના ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે. હવે નકલી કોર્ટ, સરકારી કચેરીઓ, આઈએએસ અને આઈપીએસ બાદ નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓનું એક મોટું નેટવર્ક ખુલાસામાં આવ્યું છે.

તાજેતરમાં ગાંધીધામમાં નકલી ઈડીની ટોળકીએ સોનીની દુકાન અને તેમના ઘરે સર્ચ-સર્વેના બહાને દરોડો પાડી લાખો રૂપિયાના દાગીના સેરવી લીધા હતા. પોલીસને પ્રાપ્ત બાતમીના આધારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

૧૨ શખસોની ધરપકડ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ નકલી ઈડી ટોળકીમાં ભુજના બે, ગાંધીધામ અને અમદાવાદના અનેક શખસો સામેલ હતા. આ ટોળકીએ નકલી ઓળખપત્રોનો ઉપયોગ કરીને ધમકાવીને વેપારીઓ પાસેથી મોટો માલમત્તાનો ત્રાસ કરાવ્યો હતો

એલસીબીના પી.આઈ. એન.એન. ચુડાસમાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ટોળકી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ અને ભુજના અલગ અલગ વિસ્તારોમાંથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ આ નકલી ટોળકી વેપારીઓને ઈડીના નામે ડરાવી અને લાખો રૂપિયાનાં દાગીના તથા રોકડ પડાવી લેતી હતી. આ ટોળકીએ નકલી ઓળખપત્રોનો ઉપયોગ કરી લોકોને ભયભીત કરવા માટે સર્ચ અને સર્વેના નકલી દરોડા પાડ્યા હતા.

કાયદેસરની કાર્યવાહી શરૂ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેથી અન્ય સહભાગીઓ અથવા કેસ સંડોવાયેલ અન્ય ઘટનાઓ પ્રકાશમાં આવી શકે.

સાગર બાગમારે જણાવ્યું કે આ કેસમાં વધુ વિગતો જાણવા માટે તપાસ ચાલી રહી છે. પકડાયેલા શખસો પાસેથી વધુ માહિતી મેળવી તેમના અન્ય કૃત્યોની છાનબીન કરવામાં આવી રહી છે.

નાગરિકોને સતર્ક રહેવાની અપીલ - એસપી સાગર બાગમારે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી કચેરી કે અધિકારીના નામે દરોડા અથવા સર્ચ કરાવવાના પ્રયાસો થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો, જેથી આ પ્રકારની ઠગાઈ અટકાવી શકાય. આ કેસ ગુજરાતમાં નકલી ટોળકીઓના વધતા કૃત્યો સામે સતર્કતા રાખવાની જરૂરિયાત દર્શાવે છે.

પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ એસ.એન. ચુડાસમા અને પૂર્વ કચ્છ એલસીબીની ટીમે આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ટોળકીના મુખ્ય આરોપી સત્તાર માંજોઠી અને વિનોદ ચુડાસમાને ભુજમાંથી પકડી પાડવામાં આવ્યા હતા.

આ અંગે ગાંધીધામ એ ડિવીઝનમાં પકડાયેલા તમામ સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

.






       








2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો