ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ભચાઉ તાલુકાના ચોપડવા સરપંચ વિકાસ મુદ્દે ઉઠતી લોક ચિંતા

ભચાઉ તાલુકાના ચોપડવા સરપંચ વિકાસ મુદ્દે ઉઠતી લોક ચિંતા

• REPUBLIC INDIA TODAY

 ભચાઉ તાલુકાના ચોપડવા સરપંચ વિકાસ મુદ્દે ઉઠતી લોક ચિંતા

ભચાઉ તાલુકામાં અનેક ગ્રામ પંચાયતોના વહીવટને લઈને લોકોમાં ચર્ચા ઊભી થઈ છે. ગામના સરપંચો મોટાભાગે મુંબઈમાં સ્થાયી રહી અને ત્યાંથી વહીવટ કરતા હોય છે, જેનાથી ગ્રામજનોમાં નારાજગીનો માહોલ છે. ખાસ કરીને ચોપડવા ગામ, જે મુંબઈ સાથે ગાઢ નાતો ધરાવે છે, ત્યાં મતદારો પોતાના ગામના સેનાપતિ એટલે કે સરપંચને ચૂંટવા મુંબઈથી ગામે આવતા હોય છે. પરંતુ ચૂંટાયા બાદ આ સરપંચો ગામના વિકાસ પર ધ્યાન આપવા બદલે પોતાનાં અંગત કામોમાં રસ દાખવતા હોય છે.

સરપંચોની ઉદાસીનતા અને ગામના વિકાસમાં થતી મોડીગતિ ચોપડવા સહિત ભચાઉના ઘણા ગામોમાં સરપંચો મહિનામાં એકાદ વાર ગામે આવી, માત્ર ગણતરીના લોકોથી મળીને પરત જતા હોય છે. ગામસભાઓનું આયોજન થાય છે તે પણ શંકાસ્પદ છે. ગ્રામજનોના આક્ષેપ છે કે મળતિયાઓને ફાયદો પહોંચાડવા માટે ગ્રાન્ટોનો ઉપયોગ થાય છે, જ્યારે ગામની ચિંતા કોઈ કરે છે નહીં.

પ્રદૂષણ અને રોજગારીની સમસ્યા તાલુકાના અનેક ગામોમાં સ્થાનિક કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવાનું લોકલ લોકો માટે ચિંતાનું કારણ છે. તેમ છતાં, આ કંપનીઓ દ્વારા ગામના વિકાસમાં કોઈ મદદ કરવામાં આવતી નથી. જો કે, ચૂંટણીઓ દરમિયાન ગામના નેતાઓ આ કંપનીઓની વકીલાત કરતા જોવા મળે છે.


વિકાસના કામોની તપાસ કરવાની માંગ - ગામજનોએ છેલ્લા પાંચ વર્ષના વિકાસ કામોની તપાસની માંગ ઉઠાવી છે. કેટલાં કામો માટે ગ્રાન્ટો મંજૂર થઈ અને તે કેવી રીતે વપરાઈ? કેટલાં બાંધકામો થયા? અને તે માટેની મજૂરી કેટલી ચુકવાઈ? આ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે.

લોક ચેતાવણી - આ ગ્રામજનો હવે આગાહી કરે છે કે આગામી ચૂંટણીમાં એવા નેતાઓ અને સરપંચોને બોધપાઠ આપશે, જેમણે ગામના વિકાસ માટે ઓછું કામ કર્યું છે અને પોતાના સ્વાર્થ માટે ગામના હિતો સાથે ચેડા કર્યા છે.

નિર્દેશ: આ માહિતી લોકોના આરોપો પર આધારિત છે અને તથ્યો માટે સત્તાવાર તપાસ અનિવાર્ય છે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો