કચ્છ ભુજ રાવલવાડી સબ પોસ્ટ કચેરીના કૌભાંડમાં EDની કાર્યવાહી, ૧૯ સ્થળે દરોડા
કચ્છ ભુજ રાવલવાડી સબ પોસ્ટ કચેરીના કૌભાંડમાં EDની કાર્યવાહી, ૧૯ સ્થળે દરોડા
જનતા દસ્તક ન્યુઝ - ૦૩/૧૨/૨૦૨૪ મંગળવાર -
કચ્છ - ભુજ - ગુજરાત રાજ્યની વિવિધ પોસ્ટ કચેરીઓમાં થાપણદારો અને સરકારના નાણાંની ઉચાપતને લઈને ભુજ સહિત ગુજરાતના ૧૯ સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન રાવલવાડી સબ પોસ્ટ કચેરી સહિત અન્ય પોસ્ટ કચેરીઓની તપાસ હાથ ધરાઈ છે.
આ કેસનું મૂળ CBIની ACB વિંગ દ્વારા અગાઉ દાખલ કરવામાં આવેલી પાંચ ફરિયાદોમાં છે, જેમાં આર્થિક ગોટાળાની ચર્ચા કરવામાં આવી હતી. EDએ ૨૯ નવેમ્બરના રોજ રાજ્યના ભુજ, ગોંડલ, જામનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન અંદાજે ₹૧ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને ₹૧.૫ કરોડથી વધુની સંપત્તિની વિગતો પ્રાપ્ત થઈ છે.
કૌભાંડ કેવી રીતે થયું - રાવલવાડી પોસ્ટ કચેરીમાં બંધ રીકરીંગ એકાઉન્ટ્સને રીઓપન કરીને નાણાંની ગોટાળો કરવામાં આવ્યો હતો. માસૂમ થાપણદારોને જૂની પાસબૂક અથવા ફેક પાસબૂક ઈસ્યૂ કરીને તેમની રકમ પડાવી લેવાઈ હતી, પરંતુ તેમની ખાતા ખુલી જ નહોતા.
અગાઉના કૌભાંડો અને નવા પ્રકાશમાં આવેલા આ કિસ્સાને લઈને EDની તપાસ આર્થિક ગુનાઓ પર ભારે છે. ભુજ, ગોંડલ, જામનગર અને ચોટીલાની પોસ્ટ કચેરીઓમાં આ કૌભાંડ ઝડપથી બહાર આવ્યું છે.
આ કેસમાં સંબંધિત શંકાસ્પદ સરકારના કર્મચારીઓ અને ખાનગી એજન્ટો સામે એફઆઈઆર નોંધાઈ છે. EDની આ કામગીરી અને તપાસ આગામી સમયમાં વધુ ખુલાસા કરે તેવી સંભાવના છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
