ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ડીસા શહેરમાં આવેલા વોર્ડ નો. 10 માં ભૂગર્ભ ગટર ની કામગીરી શરૂ કરતા સ્થાનિકો માં આનંદ

ડીસા શહેરમાં આવેલા વોર્ડ નો. 10 માં ભૂગર્ભ ગટર ની કામગીરી શરૂ કરતા સ્થાનિકો માં આનંદ

• REPUBLIC INDIA TODAY

ડીસા શહેરમાં આવેલા વોર્ડ નો. 10 માં ભૂગર્ભ ગટર ની કામગીરી શરૂ કરતા સ્થાનિકો માં આનંદ

ડીસા નગરપાલિકાના અણઘડ વહીવટના અને નબળી નેતાગીરીઓ ના લીધે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળતો હતો જેમાં કોઈક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા કોઈ વિસ્તારમાં ગટરની વ્યવસ્થાની અસુવિધા ક્યાંક રોડની સફાઈની અનેક પ્રકારની સમસ્યાઓનો નગરજનો સામનો કરી રયા હતા ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતા મહદઅંશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાઓ નો ઉકેલ આવ્યો છે ત્યારે ડીસા શહેરમાં આવેલ વોર્ડ નો 10 માં ભૂગર્ભ ગટર ની સમસ્યા વર્ષો જૂની હતી આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશોને સોયની  માફક ખુંચી રયો હતો જેમાં વોર્ડ નો. 10 માં રેલ્વે સ્ટેશન ચાર રસ્તા પર જે મુખ્ય પોઇન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું નહોતું જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેમાં સ્થાનિક રહીશોમાં ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદુ પાણી ભરાઈ જવાથી લોકોમાં રોષ ભૂભકી ઉઠ્યો હતો ત્યારે આજે વોર્ડ નો. 10 માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઇ રાજગોર દ્રારા પોતાના વોર્ડમાં ઉદભવથી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઇન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ રહી છે. - રીપોર્ટ બાય - અજયસોલંકી ડીસા

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો