ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

15 વર્ષથી ગેરકાયદેસર મીઢાના કારખાનાઓનો માફિયાઓના માયાજાળ હેઠળ ચાલતો ખેલ

15 વર્ષથી ગેરકાયદેસર મીઢાના કારખાનાઓનો માફિયાઓના માયાજાળ હેઠળ ચાલતો ખેલ

• REPUBLIC INDIA TODAY

15 વર્ષથી ગેરકાયદેસર મીઢાના કારખાનાઓનો માફિયાઓના માયાજાળ હેઠળ ચાલતો ખેલ

ભચાઉ તાલુકાના શિકારપુર વિસ્તારમાં નમક  માફિયાઓનું રજવાડું

ગેરકાયદેસર ખાણખોદ પર તંત્રનો કાબુ કેમ નથી?

અધિકારીઓના આશીર્વાદથી ગેરકાયદેસર કારખાનાઓના શરણમાં માફિયાઓ

જનતા દસ્તક તારીખ - ૦૬/૦૧/૨૦૨૫ સોમવાર - ભચાઉ તાલુકાના શિકારપુર ધુડખડ વિસ્તારમાં ધમધમી રહ્યા છે રાત દિવસ કારખાનાઓ ઉપર છે ક્યા અધીકારીઓ ના આશિવાર્દ ગત 15 વર્ષથી એક ઠેકાણે કોળ ખાણખોદની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, જે આજે પણ સતત ચાલી રહી છે. આમ છતાં, સ્થાનિક અને ઉચ્ચ અધિકારીઓએ તે બંધ કરાવવાની કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી.

પ્રશ્ન એ છે કે, શું સ્થાનિક અને રાજ્ય સ્તરે તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક પગલાં લઈ શકશે? કે આ માફિયાઓએ તંત્રને પૂરી રીતે કાબુમાં લઈ લીધા છે? 

ગેરકાયદેસર પ્રવૃત્તિનું માયાજાળ - આ પ્રવૃત્તિ પાછળ મોટું માફિયા નેટવર્ક કાર્યરત હોવાનું કહેવાય છે. સ્થાનિક સુત્રો અનુસાર, નમક માફિયા નિયમિત હપ્તા આપી અધિકારીઓને ખરીદી લીધા છે. કેટલાક ગંભીર આક્ષેપો અનુસાર આ નેટવર્ક ઉંચા પદ સુધી પહોંચે છે અને મોટા પ્રમાણમાં રકમ વળાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ મોટું માફિયા નેટવર્ક સંડોવાયેલું હોવાનું કહેવાય છે. નમક માફિયા દ્વારા ભાડે લેવાતા હપ્તાના આધારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે. સુત્રો દ્રારા આ નેટવર્કે ખાસ કરીને ઉપરના વિભાગ સુધી પહોંચીને મોટી રકમ ચઢાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. રાત-દિવસ ચાલતી આ પ્રવૃત્તિને તંત્ર અને અધિકારીઓ કાનૂની રીતે બંધ કરાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. 

આ મામલે અનેક વખત ફરિયાદો કરશે, પરંતુ હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. આ પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે જિલ્લા અને રાજ્ય સ્તરે કડક પગલાં લેવામાં આવશે કે નહીં, તે હવે જોવાનું રહ્યું.

આ કિસ્સો માત્ર ભચાઉનો નહીં, પણ સમગ્ર રાજ્યમાં આવાં માફિયા નેટવર્કની ઉપસ્થિતિને ઉજાગર કરે છે. આ સ્થિતિને ઠાલવવા રાજ્ય સરકાર દ્વારા મક્કમ અને પારદર્શક પગલાં લેવાની તાતી જરૂર છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો