ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં 18 વર્ષીય બાળકી બોરવેલમાં પડી
ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં 18 વર્ષીય બાળકી બોરવેલમાં પડી
ભુજ: કંડેરાઈ ગામમાં આજે ગંભીર ઘટના બની હતી, જ્યાં 18 વર્ષીય બાળકી અંદાજે 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ભુજ નગરપાલિકા ફાયર વિભાગની ટિમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બાળકીને બહાર કાઢવા માટે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ફાયર વિભાગની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચતાં બચાવ કાર્ય માટે તમામ જરૂરી સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરિવારજનો અને ગામવાસીઓ ઘટના સ્થળે ભેગા થઈને બાળકીની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
બચાવ કામગીરીને સરળ બનાવવા માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રનું પણ સહકાર મેળવીને પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટના સમગ્ર વિસ્તાર માટે ચિંતાજનક બની છે, અને આ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તંત્ર કામે લાગેલું છે.
બચાવ કામગીરી પર વધુ વિગતો મેળવતા તંત્રએ જણાવ્યું છે કે કામગીરી સફળ થવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.