અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગ અને પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગ અને પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત
જનતા દસ્તક તારીખ - ૧૪/૦૧/૨૦૨૪ મંગળવાર
અમદાવાદ: આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગ અને શહેર પોલીસ તંત્ર માટે અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્માણ પામનારા આ પ્રોજેક્ટમાં 920 પોલીસકર્મીઓને આવાસની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ બિલ્ડીંગ 13 માળના 18 બ્લોકમાં વિભાજિત હશે.
આધુનિક સુવિધાઓ: 930 કાર પાર્કિંગ માટે બેઝમેન્ટ.લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ, અને સોલાર રૂફટોપની વ્યવસ્થા.ઈલેક્ટ્રિસિટી બેકઅપ.દરરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ટાવરનાં દસ દુકાનોમાં શાકભાજી, દૂધ, એ.ટી.એમ., અનાજ દળવાની ઘંટી જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી, રાજ્યના ગૃહ વિભાગના અધિક સચિવશ્રી, ડીજીપીશ્રી, પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી, શહેરના સંસદસભ્યો, ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોજેક્ટ પોલીસકર્મીઓને આધુનિક જીવનશૈલી પૂરી પાડતો મહત્વપૂર્ણ પગલું સાબિત થશે - રીપોર્ટ બાય - કોમલ પ્રજાપતી ગાંધીનગર

