ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

કચ્છના શિકારપુર ધુડખણ અભયારણ્યમાં ગેરકાયદે કારોબારઃ ઉચ્ચ સ્તરે તપાસની માગ ઉઠી

કચ્છના શિકારપુર ધુડખણ અભયારણ્યમાં ગેરકાયદે કારોબારઃ ઉચ્ચ સ્તરે તપાસની માગ ઉઠી

• REPUBLIC INDIA TODAY

કચ્છના શિકારપુર ધુડખણ અભયારણ્યમાં ગેરકાયદે કારોબારઃ ઉચ્ચ સ્તરે તપાસની માગ ઉઠી 

કચ્છના શિકારપુર ધુડખણ અભયારણ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કારોબાર અંગે તદ્દન ગંભીર આક્ષેપ

જનતા દસ્તક તારીખ ૦૪/૦૧/૨૦૨૫ શનિવાર કચ્છના શિકારપુર ધુડખણ અભયારણ્ય, જે તેની કુદરતી સંપત્તિ અને જંગલ જીવન માટે પ્રખ્યાત છે, ત્યાં આ સમયગાળામાં ગેરકાયદે કારોબારને લઈને ભારે ચકચાર મચી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ અભયારણ્યમાં ગેરકાયદે ખનન અને મોઢાના કારખાના ચલાવાતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

અધિકારીઓની મીળીભગતનો આક્ષેપ - આ આરોપો હેઠળ પ્રશ્ન ઊભો થાય છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિઓ કઈ રીતે સંભવ બની છે? સ્થાનિક અને ઉચ્ચ અધીકારીઓ પર પણ શંકાના વાદળો છે. જો કે, સુત્રો દ્રારા મળતી માહિતી અનુસાર, કોઈ ઉંચા સ્તરના અધિકારીઓની મીળીભગત હોવાથી આ કારોબાર યથાવત ચાલી રહ્યો છે.

આ પ્રવૃત્તિઓના કારણે અભયારણ્યની પ્રાકૃતિક સમૃદ્ધિ અને જંગલ જીવન પર જોખમ ઊભું થયું છે. અધિકારીઓ પર મીળીભગતના ગંભીર આક્ષેપો થયા છે, જેમાં કેટલાક ઉચ્ચ સ્તરના અધિકારીઓના સંડોવાણની શક્યતા પણ સૂચવવામાં આવી છે

ધુડખણમાં કયા સંચાલકોને પરમિશન? – અભયારણ્યની પ્રભાવિત પવિત્રતા અને સિસ્ટમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા છે. અહીં મોઢાના કારખાના અને ડમ્ફરો ચલાવવાના પરમિશન કોણે અને કઈ રીતે આપ્યા તે ગંભીર તપાસનું વિષય છે.

કાનૂની પરમિશન અંગે પ્રશ્નો - ગેરકાયદે ખનન અને મોઢાના કારખાના માટે જો કોઈ પરમિશન આપવામાં આવ્યું છે, તો તે કઈ રીતે અને કોણે આપી તે તપાસનું મુખ્ય કેન્દ્ર બનશે. આ અંગે વિસ્તારથી તપાસ કરવી અનિવાર્ય છે, કારણ કે આ અભયારણ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓનો પ્રભાવ પર્યાવરણ પર ખોટો પડી શકે છે સરકાર શું પગલાં લેશે? - જો આ મામલે કોઈ ઊંડાણપૂર્વક તપાસ થાય, તો મોટી માછલીઓ અને ઉચ્ચ અધિકારીઓ પકડાઈ શકે છે. સરકાર જો આ મામલે યોગ્ય પગલાં લે અને નિષ્પક્ષ તપાસ થાય, તો આ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મુકી શકાય છે.

સરકાર સામે પગલાં લેવાની માગ - લોકોએ આ મામલે નિષ્પક્ષ તપાસની માગ ઊઠાવી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો. આ ગેરકાયદે પ્રવૃત્તિઓ વધુને વધુ પેઢી થઈ શકે છે.

આ મુદ્દે ઉચ્ચ સ્તરે તપાસ શરૂ થાય અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર પગલાં ભરાય તેવી લોકોમાં માગ ઊઠી રહી છે રાજ્ય સરકાર હવે આ મામલે શું પગલાં લે છે અને કેવી રીતે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે તે જોવા યોગ્ય રહેશે. આ મુદ્દે સરકારનો નિર્ણય જ પર્યાવરણના સંરક્ષણ માટેનો નિર્ધારક બની શકે છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો