કચ્છ ભચાઉ તાલુકામાં આવેલ મોટી ચીરઈમાં અગ્રવાલ બંધુઓના શોષણની ફરિયાદ: ન્યાય માટે બેકાર પ્રયત્નો
કચ્છ ભચાઉ તાલુકામાં આવેલ મોટી ચીરઈમાં અગ્રવાલ બંધુઓના શોષણની ફરિયાદ: ન્યાય માટે બેકાર પ્રયત્નો
કચ્છમાં અગ્રવાલબંધુઓના ઇશારે નાચતું તંત્ર ફરિયાદી રાહ જોઈ રહ્યું છે ક્યારે મળશે ન્યાય?
પરપ્રાંતીયની તમામ વિભાગોમાં લેખિત ફરીયાદ પણ રક્ષકોનો ધુત્કાર!
ચિરઈ: અગ્રવાલ કંપનીના કર્મચારી સાથે અમાનવીય વર્તન, ન્યાય માટે લડત ચાલુ
ગુજરાતમાં સરકારી અને પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ માત્ર પાપના પૈસા કમાવવા માટે જ નોકરી કરતાં હોય તેવા બનાવોની અત્યારે હારમાળ સર્જાઈ છે. તેમાં કચ્છના એક બનાવે વધુ એકનો ઉમેરો કર્યો છે.
ચિરઈમાં આવેલી અગ્રવાલ કંપનીના માલિકોએ પોતાના જ નિર્દોષ કર્મચારી સાથે દુર્બલ અને અત્યાચારપૂર્ણ વર્તન કર્યું હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે. ફરિયાદ મુજબ, કર્મચારીની બે કરોડ રૂપિયાની બચત હડપવા માટે તેને કંપનીમાંથી બળજબરીથી કાઢી મૂકવામાં આવ્યો હતો
કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ મોટી ચિરઈ ગામમાં આવેલી અગ્રવાલ કંપનીના માલિકો શુકેશ અને મુકેશ વિરુદ્ધ ગંભીર આક્ષેપો થયા છે. તેમના નિર્દોષ કર્મચારી રાજેશકુમાર ગુપ્તાએ અનેક વાર લેખિત રજૂઆતો કરવા છતાં તેમને ન્યાય મળતો નથી.
ભોગ બનનાર રાજેશકુમાર ગુપ્તાનો આર્તનાદ છે કે મારી રજૂઆત પુરાવાઓ આધારિત છે પણ પોલીસ મારી ફરિયાદ લેતી નથી, મને ધમકાવે છે અને ધૂતકારે છે, ફરી ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકીઓ આપે છે,જવાબદાર અધિકારીઓ મારી રજૂઆત સાંભળીને તપાસ કરવાની અને પગલાં ભરવાની ખાતરી આપે છે પણ બાદમાં કોઈ કાર્યવાહી કરતાં નથી
આક્ષેપોનો સાર: (1) આર્થિક શોષણ: અગ્રવાલ કંપનીએ ગુપ્તાની બે કરોડ જેટલી બચત દબાવી રાખી છે (2) માનસિક અને શારિરીક શોષણ: તેમના પરિવારને આર્થિક તબાહી તરફ ધકેલી દીધા. ખોટા કેસમાં ફસાવવાની વ્યૂહરચના બનાવી. જેલમાં રાખી પ્રશાસનની હાજરીમાં માર મારવામાં આવ્યો. (3) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ: નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બેંકોમાંથી હજારો કરોડની લોન ઉઠાવવી. કબૂતરબાજી કરીને લોકોને છેતરવામાં આવ્યા. ઓક્સિજન બાટલાના ઉત્પાદનમાં અનૈતિક પ્રયોગો કરી જીવલેણ ચેડાં કરાયા. (4) અન્યાયની વિલંબ: મુખ્યમંત્રીથી લઈ નાણામંત્રાલય સુધી રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ફરિયાદનું આર્થિક અને માનસિક દુઃખ: રાજેશકુમાર ગુપ્તાએ જણાવ્યું કે તેમની રજૂઆતો પુરાવાઓ સાથે છે, છતાં પોલીસ ફરીયાદ લેતી નથી. વળતા ધમકીઓ અને વધુ ખોટા કેસોમાં ફસાવવાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે.
ન્યાય માટે સતત રાહ: મામલો રાજ્ય અને કેન્દ્રના ઉચ્ચ સ્તરે રજૂ થયો છે, છતાં કોઈ પરિણામ હાંસલ થયું નથી. ગુપ્તા પરિવાર આર્થિક મુશ્કેલીઓ અને અન્યો ના ભરોસે ન્યાય માટે લડી રહ્યો છે.
જવાબદારી કોણ લેશે? આમ, કચ્છમાં પ્રગટ થતી ભ્રષ્ટાચારની આ ગંભીર ઘટનામાં તંત્રના મૌન પર સવાલ ઉઠે છે. શું શોષિત નાગરિકો માટે આ પ્રણાલી ક્યારેય ન્યાય મળશે?
આધાર સ્રોતો અનુસાર, કંપનીના માલિકોએ કર્મચારી અને તેના પરિવાર પર આર્થિક, માનસિક અને શારીરિક ત્રાસદાંયો કર્યા છે. કર્મચારીના પત્નીના લોકરમાં રહેલા દાગીનાઓ પણ તફડાવવામાં આવ્યા હોવાનું જણાવાય છે ખોટા કેસમાં ફસાવીને તેને જેલમાં મોકલવામાં આવ્યો, જ્યાં માલિકોએ જેલમાં જ પોલીસેની હાજરીમાં તેને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યા છે.
ન્યાય મેળવવા માટે પીડિત કર્મચારી દ્વારા દિલ્હીની ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીના સંદર્ભથી સ્થાનિક પોલીસને કાર્યવાહી માટે તાકીદ કરવામાં આવી હોવા છતાં, પોલીસ ફરિયાદીને દબાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટના ચિરઈમાં ચકચાર જગાવતી બની છે, અને સ્થાનિક લોકોએ માલિકો સામે કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવી છે. પીડિત પરિવાર હવે ન્યાય મેળવવા માટે પાયમાલ થઈ રહેલો છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
