ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ફતેગઢ ગામમાં ગાયને વિસ્ફોટક પદાર્થ આપનારા આરોપીઓને રાપર પોલીસે ઝડપ્યા

ફતેગઢ ગામમાં ગાયને વિસ્ફોટક પદાર્થ આપનારા આરોપીઓને રાપર પોલીસે ઝડપ્યા

• REPUBLIC INDIA TODAY

ફતેગઢ ગામમાં ગાયને વિસ્ફોટક પદાર્થ આપનારા આરોપીઓને રાપર પોલીસે ઝડપ્યા

રાપર તાલુકાના ફતેગઢ ગામે ગાયને વિસ્ફોટક પદાર્થ આપીને ગંભીર રીતે ઇજા પહોંચાડવાના બનાવમાં રાપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. રાપર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયા અને તેમની ટીમે આરોપીઓની અટકાયત કરી હતી.

આ બનાવ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 1199301025043/2025 અંતર્ગત IPC ની કલમ 288, 325 તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11(1)(એ) હેઠળ ગુનો નોંધાયો હતો.


પકડાયેલા આરોપીઓ:

1. તરશીભાઈ વીરાભાઈ કોલી (પરમાર) (ઉમર: 58, રહે: દેવીસર વાંઢ, ફતેગઢ, રાપર)

2. કિશનભાઈ સવજીભાઈ વાઘરી (દેવીપુજક) (ઉમર: 60, મૂળ: વારાહી, પાટણ, હાલ: ખોડીયાનગર, ગાંધીધામ)


આ આરોપીઓએ વિસ્ફોટક બોમ્બ તૈયાર કરીને ગાય માટે મુક્યા હતા, જેને ગાયે ખાધા બાદ ગંભીર ઇજા પહોંચી હતી. ગાયના મોઢામાંથી માંસ છૂટી પડ્યું હતું, તેમજ દાંત અને જડબું તૂટી ગયું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર: જે.બી. બુબડીયા રાપર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.




2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો