હાથમાં પિસ્તોલ લહેરાવી કારમાં સ્ટંટ કરતાં નબીરાઓ ગણતરીના કલાકમાં પોલીસ પાંજરે!
હાથમાં પિસ્તોલ લહેરાવી કારમાં સ્ટંટ કરતાં નબીરાઓ ગણતરીના કલાકમાં પોલીસ પાંજરે!
આદિપુર રોડ પર યુવકોની બેફામ ધમાલનો વીડિયો વાયરલ, પોલીસની ત્વરિત કાર્યવાહી
ગાંધીધામ: છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં યુવકો બાઈક અને કાર પર જોખમી સ્ટંટ કરીને રીલ બનાવવાનું ચલણ વધ્યું છે. આવો જ એક ઘટના હાલમાં આદિપુર રોડ પર બની, જ્યાં અનેક ગાડીઓ ઓવરસ્પીડમાં દોડાવવામાં આવી રહી હતી, અને એક યુવક ગાડીની બાહર લટકી હાથમાં પિસ્તોલ લહેરાવતા નજરે પડ્યો.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ આદિપુર પોલીસ તત્કાળ હરકતમાં આવી અને ગણતરીની કલાકોમાં સ્ટંટ કરનાર તમામ યુવકોને પકડી લીધા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 13 થી વધુ યુવકો 18 વર્ષની ઉંમરથી પણ નાની ઉંમરના હતા, અને આ જોખમી સ્ટંટમાં સામેલ હતા.
હાલ પોલીસે વીડિયોમાં દેખાતી 6 જેટલી ગાડીઓ કબજે લીધી છે અને તમામ આરોપી યુવકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ વધુ એકવાર હાઇવે સુરક્ષા અને યુવાઓમાં વધતા બેફામ સ્ટંટના પડઘમને મુદ્દે ચર્ચા ઉઠાવી છે
