ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ફરી એકવાર બિયરનું ખાલી ટીન મળ્યું: સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઊભી
ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ફરી એકવાર બિયરનું ખાલી ટીન મળ્યું: સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઊભી
ભુજ: ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને એક ગંભીર સવાલ ઊભો થયો છે, કારણ કે ત્યાંના બાથરૂમમાં ફરી એકવાર બિયરની ખાલી ટીન જોવા મળી છે. આ મોટી સરકારી હોસ્પિટલમાં, જ્યાં 24x7 હાઈ-સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા લાગેલા છે, ત્યાં આવા નશીલા પદાર્થો ક્યાંથી અને કેવી રીતે આવી રહ્યા છે, તે પ્રજાજનો માટે આશ્ચર્યજનક છે.
સવાલ એ પણ છે કે શું આ બિયરનો ખાલી ટીન હોસ્પિટલના સ્ટાફ દ્વારા અંદર લાવવામાં આવ્યો છે? જો બહારથી કોઈ આવું લાવી રહ્યો છે, તો સુરક્ષાકર્મીઓ દ્વારા યોગ્ય ચકાસણી કેમ કરવામાં આવી નથી?
હોસ્પિટલના બાથરૂમમાં ગટખા અને તંબાકુના ખાલી પેકેટ પણ જોવા મળી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ પ્રકારની ગેરરીતિઓ થવી, હોસ્પિટલના સંચાલન પર પણ સવાલ ઉભા કરે છે.
સિક્યુરિટી ગાર્ડ માટે અલગ નિયમો? પ્રજાજનોમાં એ પ્રશ્ન પણ ઊભા થયો છે કે જ્યારે દર્દીઓ અને મુલાકાતીઓની કડક ચકાસણી કરવામાં આવે છે, ત્યારે હોસ્પિટલના સ્ટાફ માટે એ જ નિયમો કેમ લાગુ નથી પડતા? શું તેમને કોઈપણ પ્રકારની ચકાસણી વિના અંદર જવા દેવામાં આવે છે?
હોસ્પિટલ પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા આ મામલાની ગંભીર તપાસ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને અને જનતામાં ભરોસો જળવાઈ રહે.
