સુરજબારી નજીક કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી મારી ગયું, કેમિકલ લીક થતાં સ્થાનિકોમાં ભારે હડકંપ
સુરજબારી નજીક કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી મારી ગયું, કેમિકલ લીક થતાં સ્થાનિકોમાં ભારે હડકંપ
સુરજબારી, તા. 19 માર્ચ: સુરજબારી ટોલબૂથ પાસે આજે રાત્રે ના સમય એક કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી મારી જતાં ભારે હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ ટેન્કરમાં ટોલિયન નામનું કેમિકલ ભરેલું હતું, જે અકસ્માત બાદ લીક થઈ ગયું.
ઘટનાની જાણ થતા હાઈવે પેટ્રોલિંગ અને ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી. ફાયરબ્રિગેડ દ્વારા ફોમ સ્પ્રે કરવામાં આવ્યો અને ટેન્કરને સીધું કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સામાન્ય લોકોના માટે ખતરનાક એવા આ કેમિકલના લીકેજને લઈ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો. જો કે, ઘટના સ્થળે કેટલાક લોકોએ ઢોળાયેલું કેમિકલ ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા, જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી હતું.
હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વધુ નુકસાન ટાળવા માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
