ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

પત્રકારની પૂછપરછના નામે પોલીસનો સત્તાનો દુરુપયોગ?

પત્રકારની પૂછપરછના નામે પોલીસનો સત્તાનો દુરુપયોગ?

• REPUBLIC INDIA TODAY

પત્રકારની પૂછપરછના નામે પોલીસનો સત્તાનો દુરુપયોગ?

અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક વિવાદમાં સપડાયા છે. નવજીવન ન્યૂઝના પત્રકાર પ્રશાંત દયાળે દારુ-જુગારના 66 ધંધાર્થીઓ અંગે Anonymous અરજી મળ્યા બાદ સ્ટોરી પ્રકાશિત કરી. આ અરજી 20 માર્ચ 2025ની હતી, અને પોલીસ કમિશનરને 21 માર્ચે મળી ગઈ હોવા છતાં, કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં.

પોલીસનો વિવાદાસ્પદ વલણ: સ્ટોરી ચલાવ્યા બાદ, પ્રશાંત દયાળને સ્ટોરી દૂર કરવા માટે દબાણ આવ્યું. સ્ટોરી નહીં હટાવતાં, પોલીસ કમિશનરે તેમને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચના અધીકારીઓ ધરે આવ્યા. 26 માર્ચે 5 કલાક સુધી પૂછપરછ, અને કોઈ પણ સંબંધિત મુદ્દા પર નહીં, પણ વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં આવ્યા.

પ્રશ્નો ઉઠતા: (1) પત્રકાર સામે કાર્યવાહી શા માટે? પોલીસના કામમાં આંખ ઉઘાડનાર પત્રકાર પર દબાણ લાવવાનો પ્રયાસ? જો પત્રકારની જાણકારી ખોટી હતી, તો પોલીસને સંડોવાયેલા નામવાળાઓ પાસેથી જ પૂછપરછ કરવી જોઈએ હતી. (2) 60 ધંધાર્થીઓ સામે કાર્યવાહી શા માટે નહીં? 21 માર્ચથી 25 માર્ચ સુધી કોઈ કાર્યવાહી કેમ નહીં? પત્રકારને બોલાવવાની ઝડપ જો ધંધાર્થીઓ સામે પણ દાખવાત, તો શહેરીજનોને રાહત મળત.(3). પોલીસના સત્તાનો દુરુપયોગ? શું ગુજરાત પોલીસ પત્રકારો અને ગુનેગારોને એક સમાન ગણે છે?


શું આ જંગલરાજ નહીં ગણાય, જ્યાં નાગરિકો ડરે અને ગુનેગારો નિર્ભય રહે? રાજકીય નૈતિકતા પર પણ સવાલ: મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ મામલે મૌન શા માટે? શું ગરીબ અને મધ્યમવર્ગી નાગરિકોને પોલીસ ત્રાસથી બચાવવા માટે કોઈ પગલાં લેવાશે? સમજદાર નાગરિકો જાગશે, ત્યારે જ પોલીસ તંત્ર જવાબદાર બનશે! - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ


2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો