ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

"કાનુની જાગૃતતા સેમિનાર" : બાંધકામ શ્રમિકોને કાયદાકીય જાણકારી અપાઈ

"કાનુની જાગૃતતા સેમિનાર" : બાંધકામ શ્રમિકોને કાયદાકીય જાણકારી અપાઈ

• REPUBLIC INDIA TODAY

 "કાનુની જાગૃતતા સેમિનાર" : બાંધકામ શ્રમિકોને કાયદાકીય જાણકારી અપાઈ

જૂનાગઢ જૂનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજના કાયદાના વિધાર્થીઓ દ્વારા સમાજમાં કાનુની જાગૃતિ ફેલાવવાના હેતુસર 'કાનુની જાગૃતતા સેમિનાર'નું આયોજન કરવામાં આવ્યું.

આ સેમિનારમાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને તેમના હક્કો, સલામતી અને કલ્યાણ માટેના કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. શ્રમિકો માટેના શ્રમ કાયદાઓ, શ્રમિક અન્નપૂર્ણા યોજના, મોબાઈલ મેડિકલ વાન સ્કીમ, હોમ લોન ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમ, આર.ટી.ઈ. હેઠળ મફત શિક્ષણ જેવા સરકારી લાભોની માહિતી આપવામાં આવી. ઉપરાંત, બાળકોને બાળ મજૂરીથી દૂર રાખવા અને શિક્ષણ અપાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા.

આ સેમિનારમાં જી.જે.સી.ટી. લો કોલેજના વિધાર્થીઓ જેમ કે જયકર ભટ્ટ, ગાવડિયા ભાવિન, રાઠોડ દર્શના, ધોડાદ્રા અવિનાશ, વાજા ઉત્સવ, ભટ્ટી સચિન, બાંટવા મીના, ડાકી હાર્દીક, ડાકી રીધમ, ડાભી માનસી, વઘેરા મિનાક્ષી, ટાંક વિવેક, મણવર નિહાર, ડાભી સીમા વગેરે ઉલ્લેખનીય રીતે જોડાયા.

વિધાર્થીઓએ અલગ-અલગ સરકારી કચેરીઓની મુલાકાત લીધી - એકેડેમીક અભ્યાસના ભાગરૂપે, કાયદાના વિધાર્થીઓએ જૂનાગઢ શહેરની મહિલા પોલીસ સ્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ, સાયબર પોલીસ સ્ટેશન, સી-ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ વંથલી સ્થિત સબ-રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી.

આ મુલાકાત દરમિયાન વિધાર્થીઓએ વિવિધ કચેરીઓની કામગીરી અને કાયદાકીય પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું. આ અભ્યાસયાત્રા દ્વારા વિધાર્થીઓને વ્યવહારુ અનુભવ પ્રાપ્ત થયો અને તેમની કાનૂની સમજ વધારવામાં મદદ મળી.


2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો