ક્રાઈમ બ્રાન્ચ કે સરકારના ઈશારે દબાણની રમત!
ક્રાઈમ બ્રાન્ચ કે સરકારના ઈશારે દબાણની રમત!
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે એક નવું નામ સારું રહેશે"! કારણ કે અહીં ખાખીની આડમાં તંત્રના કઠપૂતળીઓ સરકારના ઈશારે કાર્ય કરે છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રાઈમ બ્રાન્ચના કામકાજમાં રાજકીય દબાણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અહીં સરકાર કે તંત્ર વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને ટાર્ગેટ કરવામાં આવે છે, ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે અને પોલીસ તંત્ર "સર્વિસ" આપી દે છે.
નર્મ અને સત્ય એ છે કે, ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ અધિકારીઓ અને નેતાઓ મળીને એક મફિયાના જેમ કામ કરી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના શહેરોની ક્રાઈમ બ્રાન્ચમાં સરકારના ઈશારે ચાલનારા અધિકારીઓને જ બેસાડવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તમામ હદો વટાવી નાખી છે.
પ્રશાંત દયાળનો કેસ – સત્ય બહાર લાવવાના દંડ?તાજેતરમાં જ, નવજીવનના પત્રકાર પ્રશાંત દયાળે ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ અંગે એક સમાચારો પ્રકાશિત કર્યા. આ સમાચાર પછી, અમદાવાદ પોલીસ કમિશનરે તેમને પાંચ કલાક સુધી પૂછપરછ માટે બોલાવ્યા.
સવાલ એ ઉઠે છે કે, એક પત્રકાર જે સત્ય બહાર લાવે છે, તેને તંત્ર દ્વારા શા માટે ધમકાવવામાં આવે? ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનાર ગુંડાઓને છોડીને પત્રકાર પર જ દબાણ કેમ?
પોલીસ – કાયદાની રક્ષક કે સરકારની કઠપૂતળી? પોલીસ એ કાયદાની રક્ષક છે, નેતાઓની ગુલામ નહિ. ભારત આઝાદ થયું, પણ તંત્ર અને અધિકારીઓ આજે પણ રાજકીય દબાણ હેઠળ જ કાર્ય કરે છે. જો નેતાઓના તળિયા ચાટવા હોય તો સરકારી નોકરી છોડી ને રાજકારણમાં પ્રવેશવું જોઈએ.
આજે જે પત્રકારો સત્ય લખે છે, તેઓ માટે એક નવી જ પરિસ્થિતિ સર્જાઈ છે – “કેેસ કરો, ધરપકડ કરો અને ડરાવો!” પણ સત્ય ન તો દબાશે, ન તો અટકશે. "ફેસ ઓફ નેશન" નીડર છે અને રહેશે!
:
