ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રી મેળાનો ભવ્ય ઉજાસ!

જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રી મેળાનો ભવ્ય ઉજાસ!

• REPUBLIC INDIA TODAY

જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રી મેળાનો ભવ્ય ઉજાસ!

હર હર મહાદેવના ગુંજારવ વચ્ચે સાધુ-સંતોની ભવ્ય રવાડી, લાખો ભક્તો થયા મહાદેવમાં લીન!

જૂનાગઢ: મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢ ભવનાથ તીર્થ ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દેશભરમાંથી ભક્તો, સાધુ-સંતો, અને મહંતો ઉમટી પડ્યા હતા. ગિરનાર પર્વતના સાનિધ્યમાં યોજાયેલા આ મેળામાં "હર હર મહાદેવ" ના ગગનભેદી નાદ સાથે ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

સાધુ-સંતોની ભવ્ય રવાડી અને ભવનાથ તળેટી ખાતે મહા અન્નક્ષેત્ર - દર વર્ષે મહાશિવરાત્રીના પાવન અવસરે ભવનાથ તળેટી ખાતે વિશાળ અન્નક્ષેત્રનું આયોજન થાય છે, જેમાં શ્રી મહંતશ્રી અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ હજારો ભક્તોને ભોજન, રહેવા અને સુવાની સુવિધાઓ આપવામાં આવી હતી. સ્નાન અખાડા ખાતે સાધુ-સંતોએ પારંપરિક નગ્ન સ્નાન કરી બાદમાં ભવ્ય રવાડીનું આયોજન કરાયું, જેને જોવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.


ડ્રોન કેમેરામાં કેદ થયો ભવ્ય મેળો – પોલીસની ચાંપતી નજર!ભવનાથ મેળામાં ભક્તોની ભીડ નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ડ્રોન અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી. મેળાના અદભૂત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા, જેને લાઈવ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

શિવરાત્રિનું મહત્વ અને શિવ પૂજનની વિશેષ વિધિઓ - મહાશિવરાત્રી એ પાપ અને દુરાચારથી મુક્તિ આપતો પવિત્ર તહેવાર છે. શિવભક્તો આ દિવસે ઉપવાસ રાખી, શિવલિંગનું રુદ્રાભિષેક અને પૂજન કરે છે. શિવ મંદિરોએ બીલીપત્ર, આસોપાલવ અને આંબાના પાનોથી શણગાર કરવામાં આવ્યા હતા, અને ભક્તોએ દૂધ-જલથી શિવલિંગને અભિષેક કરી ધન્યતા અનુભવી.

ગિરનાર - સાધુઓનું પિયર - જૂનાગઢ અને ગિરનાર હંમેશા સાધુ-સંતો માટે એક પવિત્ર તીર્થસ્થાન છે. મહાશિવરાત્રિના પાવન દિવસે દેશવિદેશના સંખ્યાબંધ સાધુ-સંતો ગિરનારના શિખરો સુધી યાત્રા કરી, શિવમાં તદ્ન લીન થયા.

ભગવાન શિવ – કલ્યાણકારી અને મોક્ષદાતા - ભગવાન શંકરે સમુદ્ર મંથન સમયે ઉગ્ર હળાહળ પી બ્રહ્માંડનું રક્ષણ કર્યું અને તારકાસુરના વધથી અધર્મ પર ધર્મનો વિજય સાધ્યો. મહાશિવરાત્રી એ શિવ શક્તિનો પરિચય આપતો પવિત્ર દિવસ છે, જેને મનાવવા લાખોની સંખ્યામાં ભક્તો ભવનાથ તીર્થક્ષેત્રે ઉમટ્યા.

લાખો શ્રદ્ધાળુઓએ ભવનાથમાં ભક્તિ અને ભોજનનો આનંદ માણ્યો, જ્યારે સાધુ-સંતોની ભવ્ય રવેડી અને શિવભક્તોની અટૂટ શ્રદ્ધા મંડપમાં જોવા મળી. મહંત શ્રી અમરગીરી બાપુ અને અન્ય મહંતો દ્વારા સંપૂર્ણ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું, અને શિવ ભક્તોએ આનંદ-ઉલ્લાસભેર તહેવારની ઉજવણી કરી - રીપોર્ટ બાય - કોમલ પ્રજાપતી ગાંધીનગર

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો