ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

દાંતા: મહિલા સુરક્ષાના દાવા ફોલી ગયાં, અસામાજિક તત્વોનો આતંક

દાંતા: મહિલા સુરક્ષાના દાવા ફોલી ગયાં, અસામાજિક તત્વોનો આતંક

• REPUBLIC INDIA TODAY

 દાંતા: મહિલા સુરક્ષાના દાવા ફોલી ગયાં, અસામાજિક તત્વોનો આતંક

દાંતા (બનાસકાંઠા): રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે મોટાં મોટાં દાવા કરવામાં આવે છે, પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ છે. દાંતા તાલુકામાં અસામાજિક તત્વોનો આતંક વ્યાપી રહ્યો છે, અને પોલીસ મૌન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલા અને તેના બાળક પર કેટલાક અસામાજિક તત્વોએ બેફામ માર મારી અત્યાચાર કર્યો. પીડિત મહિલાએ તાત્કાલિક દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અરજદારે દાંતા પોલીસ, એસપી કચેરી (પાલનપુર), તેમજ દાંતા મામલતદાર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં, કોઇ ન્યાય મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ મહિલાએ આત્મવિલોપનની ચીમકી આપતા જણાવ્યું કે, "જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે, તો હું આપવિલોપન કરીશ અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પોલીસની રહેશે."

મહિલા સુરક્ષા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયલિટી ચોંકાવનારી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હવે જોવાનું એ રહેશે કે, પોલીસ અને પ્રશાસન કઈ રીતે પગલાં લે છે અને દોષિતો સામે કાનૂની કાર્યવાહી કરે છે કે કેમ? - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ


2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો