IAS અધિકારી અમિત અરોરા સામે મોટી કાર્યવાહી: વડોદરા કોર્ટે તેની ઓફિસની મિલકત જપ્ત કરવાનો આપ્યો આદેશ
IAS અધિકારી અમિત અરોરા સામે મોટી કાર્યવાહી: વડોદરા કોર્ટે તેની ઓફિસની મિલકત જપ્ત કરવાનો આપ્યો આદેશ
વડોદરા: સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના કમિશનર અને ગુજરાતના IAS અધિકારી અમિત અરોરા સામે વડોદરા સિવિલ કોર્ટે કડક કાર્યવાહી કરી છે. ખેડૂતોને જમીન સંપાદન માટેનું વળતર ચૂકવવામાં નિષ્ફળ ગયેલા નિગમ સામે કોર્ટએ મહત્વનો નિર્ણય આપ્યો છે.
ખેડૂતોને ન્યાય: 35 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો અંત - ડભોઈ તાલુકાના ખેડૂતોને છેલ્લા 35 વર્ષથી જમીન સંપાદન માટે નક્કી કરાયેલ વળતર મળ્યું નથી. આ મામલામાં ડભોઈ કોર્ટે સરકારે અને નર્મદા નિગમ સામે સખત વલણ અપનાવી, મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ વડોદરા સિવિલ કોર્ટની ટીમે નિગમની કચેરીમાં જઈ તેમની મિલકત, જેમાં ફર્નિચર, IAS અધિકારી અમિત અરોરાની ખુરશી, કોમ્પ્યુટર અને CPU નો સમાવેશ થાય છે, તેને જપ્ત કર્યા છે.
કોર્ટનો સખત વલણ: વળતર વસૂલવા માટે મિલકત જપ્ત
નર્મદા નિગમ દ્વારા ડભોઈના ખેડૂતોને રૂ. 30 કરોડના વળતરનું ચુકવણું આપવામાં આવ્યું નથી. જે કારણે કોર્ટએ નિગમની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. આ મુદ્દે ખેડૂતો લાંબા સમયથી લડત લડી રહ્યા હતા. હવે કોર્ટના આ નિર્ણયથી ખેડૂતોને ન્યાય મળવાનો માર્ગ મોકળો થયો છે.
આ મામલામાં શું થશે આગળ? - IAS અધિકારી અમિત અરોરા અને નર્મદા નિગમ સામે થયેલી આ કાર્યવાહી ખેડૂતો અને સરકાર વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચાઓ ઊભી કરી રહી છે. શું આ પગલાં બાદ ખેડૂતોને વળતર મળશે? શું સરકાર આ નિર્ણય સામે કાયદાકીય પગલાં ભરી શકે? આ તમામ પ્રશ્નોનો ઉકેલ ટૂંક સમયમાં મળી શકે છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
