કચ્છના રણમાંથી ગેરકાયદે મીઠા પરિવહન પર પોલીસની કાર્યવાહી: 25 ઓવરલોડ ડમ્પર ડિટેઈન
કચ્છના રણમાંથી ગેરકાયદે મીઠા પરિવહન પર પોલીસની કાર્યવાહી: 25 ઓવરલોડ ડમ્પર ડિટેઈન
કચ્છ: પૂર્વ કચ્છના શિકારપુર રણમાંથી ગેરકાયદેસર મીઠાનું ઓવરલોડ પરિવહન થતું હોવાની માહિતીના આધારે સામખિયાળી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
સામખીયાળી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસે માળીયા હાઇવે પાસે ચલાવી 25 ઓવરલોડ ડમ્પર ડિટેઈન કર્યા છે. તમામ વાહનો શિકારપુર રણમાંથી મીઠું ઓવરલોડ કરીને લઈ જઈ રહ્યા હતા.
આ વાહનો સામે વાહનધારા નિયમભંગ બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આરટીઓની નિષ્ક્રિયતાને કારણે તેમને આ કાર્યવાહી હાથ ધરવી પડી. પીઆઈ ગઢવીએ કહ્યું કે, આવી કાર્યવાહી ચાલુ રાખીશું અને મંજૂરી વિના રણમાં પ્રવેશ કરતા વાહનો સામે કડક પગલાં લેવામાં આવશે.”
પોલીસની આ કાર્યવાહીથી ઓવરલોડ ચલાવતા ડ્રાઈવર અને મીઠાના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.



