ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

આધોઈ અને રામપરના કારેટાસીમ સોલાર પ્લાન્ટમાં કાંઈક મોટું ચાલી રહ્યું છે? તપાસની માંગ ઉઠી

આધોઈ અને રામપરના કારેટાસીમ સોલાર પ્લાન્ટમાં કાંઈક મોટું ચાલી રહ્યું છે? તપાસની માંગ ઉઠી

• REPUBLIC INDIA TODAY

આધોઈ અને રામપરના કારેટાસીમ સોલાર પ્લાન્ટમાં કાંઈક મોટું ચાલી રહ્યું છે? તપાસની માંગ ઉઠી

સૂત્રોનો દાવો, પ્લાન્ટમાં ચાલી રહેલ પ્રવૃતિઓ પર શંકા જનક પડછાયાં

જનતા દસ્તક ન્યુઝ - તારીખ - ૧૪/૦૪/૨૦૨૫ સોમવાર- ભચાઉ તાલુકાના આધોઈ અને રામપર ગામના કારેટાસીમ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટ અંગે ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ, પ્લાન્ટમાં મોટું ગેરકાયદેસર કાંઈક ચાલી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે ન્યુઝ ટીમે સ્થળ પર જઈ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્લાન્ટના એચ.આર. અને પી.ડી. વિભાગે "હમણાં ટાઈમ નથી, જમવાનું છે" કહીને ટાળી દીધું. આ પગલાંના કારણે વધુ શંકા ઊભી થઈ છે. માહિતી આપી ન હોવાને કારણે જગ્યા પર શું ચાલી રહ્યું છે તે વિશે સંશય ઊભો થયો છે.

વિશેષ જાણકારી મુજબ, આ સોલાર પ્લાન્ટ અંદાજે ૧,૨૦૦ એકર જેટલી ગૌચર તેમજ ખાનગી જમીનને આવરી લે છે. આમા કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે, તે અંગે તંત્ર કોઈ તપાસ કરે છે કે નહિ, એ મોટો પ્રશ્ન છે.

હાલ સુધી કોઈ અધિકૃત અધિકારી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે જોવાનું એ છે કે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં, અને ક્યારથી તેની યોગ્ય તપાસ શરૂ થાય છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો