ભુજમાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ ફિનાઇલ પીધું: જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભુજમાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ ફિનાઇલ પીધું: જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભુજ શહેરમાં ફરી એકવાર વ્યાજખોરના ત્રાસનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના અમીત લાલજીભાઈ હિરાણી (ઉ. વ. 41) નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી જઇ ફિનાઇલ પી લેતાં તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમનું સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, અમીતભાઈએ વ્યાજ ઉપર અંદાજે 10 લાખ રૂપિયા લીધા હતા અને તેમાંથી લગભગ 6 લાખ જેટલી રકમ તેઓ પાછી પણ ચુકવી ચુક્યા હતા. તેમ છતાં, વ્યાજખોર તેમ પરથી દર મહિને રૂ. 50,000 જેટલું વ્યાજ વસૂલતા હતા. આના કારણે અમીતભાઈ તથા તેમના પરિવારને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વ્યાજખોર તેમની બહેનને ફોન અને વોટ્સએપ દ્વારા સતત ધમકી ભર્યા સંદેશા મોકલતા હતા અને કહ્યું હતું કે “તમારું મકાન મારા નામે કરી દો, નહિતર ખાલી કરાવી દેશ.”
આ ઘટનાને લઈ શહેરમાં ભારે ચકચાર ફેલાઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરવાસીઓમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું ભુજના એસ.પી. આવા તત્વો સામે કડક પગલાં લેશે? - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
