અંજાર ખાતે ગેરકાયદેસર રેતી ખનનનો ભંડાફોડ: એલ.સી.બી.ની ટીમની કાર્યવાહી
અંજાર ખાતે ગેરકાયદેસર રેતી ખનનનો ભંડાફોડ: એલ.સી.બી.ની ટીમની કાર્યવાહી
અંજાર પો.સ્ટે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી ખનન કરી સપ્લાય કરતા ઇસમો સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં પેટ્રોલીંગ દરમિયાન સુચના મળી હતી કે સુલેમાન ઓસમાણ કકલ અને દાઉદ ભચુ કડલ — બંને રહેવાસી સિનુગ્રા (તા.અંજાર) — ગેરકાયદેસર રીતે રેતી મંગાવી સિનુગ્રા ગામના પાણીના ટાંકા પાછળના વિસ્તારમાં રેતીનો જથ્થો એકઠો કરી અલગ અલગ વાહનો મારફતે સપ્લાય કરે છે.
તપાસ દરમિયાન એલ.સી.બી. દ્વારા સ્થળ પર છાપો મારતા રેતીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. બંને ઇસમો JCB, લોડર અને અન્ય વાહનોની મદદથી રેતી ભરતા હાલતમાં મળી આવ્યા હતા. તેઓ પાસે રોયલ્ટી સંબંધિત કોઈ અધિકૃત દસ્તાવેજ નહોતો.
આ બનાવને લઈ ખાણખનીજ વિભાગ અંજારને જવાબદારી સોંપવામાં આવી હતી. જે હેઠળ દંડરૂપે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી:
JCB મશીન: 1
લોડર મશીન: 1
ટ્રેક્ટર (જીજે-8-ડી-5021): 1
હાઈવા ડમ્પર (જીજે-17-ટીટીઇ-6781): 1
આ ચાર વાહનો તથા 150 મેટ્રિક ટન રેતીના બિનઅધિકૃત સંગ્રહના આધારે કુલ રૂ. 5,85,000 નો દંડ કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમા, પો.સ.ઇ. ડી.જી. પટેલ અને સમગ્ર એલ.સી.બી. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
