પહેલગામ આતંકી હુમલો: હડાદ ગામમાં બંધ, હિંદુ-મુસ્લિમ સમાજે એકતા સાથે વિરોધ નોંધાવ્યો
• REPUBLIC INDIA TODAY
પહેલગામ આતંકી હુમલો: હડાદ ગામમાં બંધ, હિંદુ-મુસ્લિમ સમાજે એકતા સાથે વિરોધ નોંધાવ્યો
દાંતા, બનાસકાંઠા: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં લશ્કર-એ-તોયબાના આતંકીઓ દ્વારા થયેલા નિર્દોષ હિન્દુ નાગરિકો અને વિદેશી પર્યટકો પરના હુમલાના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના હડાદ ગામ આજે પૂર્ણરૂપે બંધ રહ્યું।
આ હુમલાને લઈને હડાદના હિન્દુ તેમજ મુસ્લિમ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો। બંને સમુદાયોએ આતંકી ક્રિયાની કટુ નિંદા કરતા તેમને ઝડપી સખ્તમાં સખ્ત સજા આપવાની માંગ ઉઠાવી। હડાદ વેપારી મંડળ એસોસિયેશન તથા લારી-ગલ્લા પાથરણા દ્વારા સ્વયંભૂ બંધમાં સહભાગી બની ગામ નું દૃષ્ટાંત પુરૂ પાડ્યો।
આંદોલન શાંતિપૂર્ણ રહ્યું અને કોઈ અવ્યવસ્થા સર્જાઈ નહોતી। સમગ્ર ગામે તંત્રના સહયોગથી શાંતિ અને સુખાકારી જાળવવામાં આવી - રિપોર્ટર: ગોવિંદ ઠાકોર, દાંતા
