પાટણમાં બ્રીજના બાંધકામમાં બેદરકારી: મજૂરો જીવના જોખમે કામ કરવા મજબૂર
પાટણમાં બ્રીજના બાંધકામમાં બેદરકારી: મજૂરો જીવના જોખમે કામ કરવા મજબૂર
મજુરો લટકી ને કરી રહ્યા છે કામ? સેફ્ટી વગર મોજા બુટ બેલ્ટ કે કોઈ સેફ્ટી વગર જાનહાની થશે તો જવાબદાર કૌણ?
તારીખ - ૦૩/૦૪/૨૦૨૪ પાટણ: શહેરમાં એક પાલીકા બજાર પુલ ફાટક વાળો બ્રીજના બાંધકામ દરમિયાન મજૂરોને સુરક્ષા સાધનો વિના કામ કરાવાતા તેમનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. મજૂરો મોજા, બૂટ, હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ જેવા જરૂરી સાધનો વિના ઊંચાઈ પર લટકી ને કામ કરી રહ્યા છે. જિંદગી જોખમમાં મુકાઈ છે. બાંધકામમાં લેવાતી આ બેદરકારી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રિત કરી શકે છે.
જોખમભર્યા કાર્યમાં સુરક્ષાની અવગણના - સુત્રો દ્રારા મળતી માહિતી અનુસાર શહેરીજનો મુજબ કોન્ટ્રાક્ટરો સરકારી તંત્રએ સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા કરી નથી. જો કોઈ દુર્ઘટના થાય, તો જવાબદારી કોણ લેશે? મજૂરો માટે હેલ્મેટ, મોજા, બેલ્ટ,બુટ અને અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે કે નહીં, તેની તાકીદે તપાસ થવી જોઈએ
શહેરીજનોની માંગ: તંત્ર ચેતી ઉઠે - જોકે, જો કોન્ટ્રાક્ટર મજૂરોના જીવ જોખમમાં મૂકી માત્ર પોતાનો ફાયદો શોધી રહ્યા હોય, તો તેમની સામે કડક પગલાં લેવામાં આવે. શહેરીજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ચેતી ઉઠે અને સેફ્ટી નિયમોનું પાલન સુનિશ્ચિત કરે.
આ કામની દેખરેખ રાખવા માટે કોન્ટ્રાક્ટરો કે સરકારી અધિકારીઓ ક્યારે ધ્યાન આપશે, તે પ્રશ્ન ઉદ્ભવ્યો છે. મજૂરો માટે જરૂરી સેફ્ટી સાધનો પુરા પાડવામાં આવ્યા છે કે નહીં,. જો કોન્ટ્રાક્ટરો મજૂરોના જીવ જોખમમાં મૂકીને માત્ર પોતાનો લાભ શોધી રહ્યા હોય, તો તેમના લાઈસન્સ રદ કરવા જોઈએ
હવે જોવાનું એ છે કે કલેક્ટર અને અન્ય જવાબદાર તંત્ર કેવી કાર્યવાહી કરે છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
.

