ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ગાંધીધામ મામલતદાર કચેરીની કામગીરી પર પ્રશ્નાર્થ: રાશનકાર્ડ અને દાખલાઓ માટે લાંબી લાઈનો, જનતામાં અસંતોષ

ગાંધીધામ મામલતદાર કચેરીની કામગીરી પર પ્રશ્નાર્થ: રાશનકાર્ડ અને દાખલાઓ માટે લાંબી લાઈનો, જનતામાં અસંતોષ

• REPUBLIC INDIA TODAY

ગાંધીધામ મામલતદાર કચેરીની કામગીરી પર પ્રશ્નાર્થ: રાશનકાર્ડ અને દાખલાઓ માટે લાંબી લાઈનો, જનતામાં અસંતોષ

જનતા દસ્તક તારીખ - ૨૩/૦૪/૨૦૨૫ બુધવાર - ગાંધીધામ, કરછ – શહેર સહિત ગ્રામીણ વિસ્તારોના નાગરિકોએ રાશનકાર્ડ તેમજ આવક અને જાતિના દાખલાં જેવી કામગીરી માટે ગામ મામલતદાર કચેરીમાં રોજેરોજ લાંબી લાઈનોમાં ઊભા રહી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. હાલના ગરમીના તાપમાં નાગરિકોને સવારે વહેલી ઘડીથી લાઈનમાં ઊભા રહેવું પડે છે, છતાં પણ કામ સમયસર થતું નથી.

નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે હવે તાજેતરમાં રાશનકાર્ડમાં મોટા પાયે નામો ઉડી ગયા છે, જયારે કેવાયસી (KYC) પ્રક્રિયા પૂર્ણ હોવા છતાં આ ઘટના બનેલી છે. પરિણામે affected નાગરિકો ફરીથી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.

મામલતદાર કચેરીમાં કામગીરીનો પ્રોસેસ ધીરો હોવાના કારણે નાગરિકોને આખો દિવસ ધંધા-રોજગાર છોડીને લાઈનમાં ઊભા રહેવું પડે છે, છતાં તેમનાં કામો અધૂરા રહે છે. આ બાબત આજે એક મહત્વપૂર્ણ તપાસનો વિષય બની રહી છે.

પ્રશાસન તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ લોકોમાં આ મુદ્દે ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે.


2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો