ગાંધીધામ: હોમગાર્ડ જવાના પરિવારને વિમાની રકમનો ચેક અર્પણ કરાયો
ગાંધીધામ: હોમગાર્ડ જવાના પરિવારને વિમાની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો
ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા હોમગાર્ડ યુનિટના એક જવાનનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયા બાદ, તેમના પરિવારજનોને વિમાની રકમ સ્વરૂપે ચેક અર્પણ કરાયો હતો.
પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા જિલ્લાકમાન્ડન્ટ ભૂમિતભાઈ વાઢેરના હસ્તે ₹9,80,640નો ચેક મૃતક જવાના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ગાંધીધામ યુનિટના કમાન્ડિંગ ઇન્ચાર્જ ડાયાલાલ ધુવા, રાજુભાઈ અંશારી, કમલેશભાઈ વાસુ, હિરેનભાઈ બારોટ તેમજ બેંકના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાકમાન્ડન્ટ ભૂમિતભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, દરેક જવાન અને તેમના પરિવારોને વધુમાં વધુ લાભ મળી રહે તે દિશામાં પગાર ખાતા યોગ્ય બેંકમાં શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત, જેમણે પોતાની ફરજ દરમિયાન જીવ ગુમાવ્યો હોય એવા જવાનોના પરિવારજનોને યોગ્ય અને સમયસર સહાય મળી રહે તે માટે વિભાગ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે.
