ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

શિકારપુર નજીક દેશી બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

શિકારપુર નજીક દેશી બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

• REPUBLIC INDIA TODAY

 શિકારપુર નજીક દેશી બનાવટની બંદૂક સાથે શખ્સ ઝડપાયો

જનતા દસ્તક તા- ૦૮ એપ્રીલ ૨૦૨૫ : ભચાઉ તાલુકાના શિકારપુર નજીક દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિકારપુરથી નારણસરી તરફ જતાં માર્ગ પર એક શખ્સ પાસે હથિયાર હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમ્યાન શિકારપુરના રહેવાસી અસલમ અબાસ ત્રાયા પાસે દેશી બનાવટની બંદૂક મળી આવી હતી.

પોલીસે આરોપીની અટક કરી બંદૂક તેમજ અંદાજે રૂપિયા 5,000 ની કીમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો