પૂર્વ કચ્છ ૪ પોલીસ અધિકારીઓની બદલી - નવા જવાબદારીનો સંભાળશે
પૂર્વ કચ્છ ૪ પોલીસ અધિકારીઓની બદલી - નવા જવાબદારીનો સંભાળશે
ગાંધીધામમાં પોલીસ અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી, નવી જવાબદારીઓ સોંપાઈ
ગાંધીધામ, ૯ એપ્રિલ ૨૦૨૫ (બુધવાર): પૂર્વ કચ્છના ગાંધીધામ જિલ્લાના પોલીસ વિભાગમાં આજે મહત્વપૂર્ણ બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા ચાર અધિકારીઓની નવી જગ્યાએ બદલી કરીને તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
બદલી કરાયેલા અધિકારીઓની વિગત નીચે મુજબ છે:
1. શ્રી ડી.જી. પટેલ – હાલ તેઓ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યાં હતા. હવે તેમની બદલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
2. શ્રી એમ.સી. વાળા – તેઓ અત્યાર સુધી એ.એચ.ટી.યુ ગાંધીધામમાં ફરજ બજાવી રહ્યાં હતા. હવે તેમને આદિપુર પો.સ્ટેમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે
3. શ્રી એ.એ. જાડેજા – હાલના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારી હવે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે.
4. શ્રી એસ.ડી. સિસોદિયા – તેઓ અત્યાર સુધી ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યાં હતા. હવે તેમને પણ એ.એચ.ટી.યુ ગાંધીધામમાં બદલી કરવામાં આવી છે.
પોલીસ વિભાગે આ બદલીઓને કામગીરીના સુચારૂ સંચાલન અને વિભાગીય કાર્યક્ષમતા વધારવાના હેતુસર અમલમાં મૂકેલી છે. નવી જગ્યાએ ફરજ સંભાળતા અધિકારીઓ માટે જિલ્લા પોલીસ વડા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
