ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ગાંધીધામ ઝુલેલાલ મંદિરે ચેતીચંદ નિમિતે કરિશ્મા માનીને "સિંધી રત્ન" પુરસ્કારથી સન્માનિત કરાયા

ગાંધીધામ ઝુલેલાલ મંદિરે ચેતીચંદ નિમિતે કરિશ્મા માનીને "સિંધી રત્ન" પુરસ્કારથી સન્માનિત કરાયા

• REPUBLIC INDIA TODAY

 ગાંધીધામ ઝુલેલાલ મંદિરે ચેતીચંદ નિમિતે કરિશ્મા માનીને "સિંધી રત્ન" પુરસ્કારથી સન્માનિત કરાયા

ગાંધીધામ, ૧ એપ્રિલ ૨૦૨૫: ઝુલેલાલ મંદિર, ગાંધીધામ ખાતે ચેતીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂ કરાયેલી ઝાંખીઓને સન્માનિત કરવામાં આવી. આ ઉપરાંત, સિંધી સમાજના પ્રતિભાશાળી બાળકોને "સરસ્વતી સન્માન એવોર્ડ" વડે નવાજવામાં આવ્યા.

આ પ્રસંગે આદિપુરની જાણીતી એન્કર, અભિનેત્રી અને "Incredible News" ની તંત્રી કરિશ્મા માની ને "સિંધી રત્ન" પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૦માં તે ટી.વાય.બી.એ. (TYBA)માં કચ્છ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂક્યાં છે.

સન્માન મેળવ્યા બાદ, કરિશ્મા માનીએ ઝુલેલાલ મંદિર ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ પુરસ્કાર માત્ર મારો નહીં પણ આખા સિંધી સમાજ અને કચ્છના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.

અગાઉ પણ કરિશ્મા માની અનેક વિશ્વ રેકોર્ડ્સ, એવોર્ડ્સ અને ડોક્ટરેટસ મેળવી સિંધી સમાજ અને કચ્છનું નામ વિશ્વ સ્તરે ઉંચું કર્યુ છે.

આ પ્રસંગે સિંધી સમાજના અનેક અગ્રણીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ તથા શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા અને ચેતીચંદ પર્વની ભવ્યતા માણી હતી.



2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો