ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

આદિપુરમાં મહિલા મંડળ પાસે ખુલ્લા ચેમ્બરોથી જોખમ: તંત્રની લાપરવાહિના કારણે અકસ્માતનો ભય

આદિપુરમાં મહિલા મંડળ પાસે ખુલ્લા ચેમ્બરોથી જોખમ: તંત્રની લાપરવાહિના કારણે અકસ્માતનો ભય

• REPUBLIC INDIA TODAY

 આદિપુરમાં મહિલા મંડળ પાસે ખુલ્લા ચેમ્બરોથી જોખમ: તંત્રની લાપરવાહિના કારણે અકસ્માતનો ભય

જનતા દસ્તક તારીખ - ૨૩/૦૪/૨૦૨૫ બુધવાર - ગાંધીધામ – શહેરના મહિલા મંડળ નજીક આવેલી એક ખાનગી સાઇબર કેફેની બહાર ખુલ્લા ચેમ્બરો જોવા મળ્યા છે, જે ભારે ભીડભાડ વાળા વિસ્તારમાં અવ્યા નું જીવંત ઉદાહરણ છે. સ્થાનિક રહેવાસીઓ મુજબ, દરરોજ સવારે અહીં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે, અને આવી ભીડ વચ્ચે ખુલ્લા ચેમ્બર ઘાતક સાબિત થઈ શકે છે.

નાગરિકોએ ચિંતાજનક પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો આવી સ્થિતિમાં કોઈ બાળક, વૃદ્ધ કે અન્ય નાગરિક ચેમ્બરમાં પડી જાય કે ગંભીર ઈજા થાય તો તેની જવાબદારી કોણ લેશે? અગાઉ પણ આવી સરકારી તંત્રની લાપરવાહી મોટી દુર્ઘટનાઓનું કારણ બની છે.

સ્થળ પર ન તો કોઈ ચેતવણીનું બોર્ડ મુકાયું છે, ન કોઈ રક્ષણાત્મક વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોમાં આશંકા છે કે તંત્રની આંખો કદાચ મોટી દુર્ઘટના બાદ જ ખુલે.

આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાય તેવી લોકોમાં માંગ ઊઠી રહી છે, જેથી આવી અકસ્માતોને ટાળી લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.



2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો