દાંતા તાલુકા માં ચોરો નો તરખાટ કિરાણા,પાર્લર અને મોબાઈલ ની દુકાન માં ગત રાત્રે ચોરી કરી ચોરો થયા ફરાર......
દાંતા તાલુકા માં ચોરો નો તરખાટ....
કિરાણા,પાર્લર અને મોબાઈલ ની દુકાન માં ગત રાત્રે ચોરી કરી ચોરો થયા ફરાર......
દાંતા માં પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ.....
ચોર પોલીસ તંત્ર કરતાં વધારે હોશિયાર કે પછી તંત્ર ની બેદરકારી.....????
બનાસકાંઠા જિલ્લા ના તાલુકા મથક દાંતા માં ગત મોડી રાત્રે બજાર વિસ્તાર ની ત્રણ દુકાનો માં ચોરી ની ઘટના બનતા પોલીસ તંત્ર ની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે.
દાંતા તાલુકા મથક વિસ્તાર માં બજાર વિસ્તાર માં આવેલ એક પાર્લર , કરીયાણા, અને મોબાઈલ ની દુકાન માં ગત મોડી રાત્રે ચોરી ની ઘટના બની હતી જેમાં ચોરો દ્વારા દુકાન ના શટર ના અમુક ભાગ ને તોડી ,નુકસાન પહોંચાડી દુકાન માં ઘૂસી રોકડ રકમ સહિત માલ મત્તા ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.સવારે જ્યારે બજાર ખુલતા અમુક દુકાનો ને અર્ધ ખુલ્લા શટર અવસ્થા માં જોતા દુકાનદારો દ્વારા તપાસ કરતા દુકાન ના ગલ્લા સહિત ની અનેક ચીજ વસ્તુઓ વેરવિખેર અને ગાયબ મળતા ચોરી થયા નું ખબર પડતા તાત્કાલિક પોલીસ તંત્ર ને જાણ કરાઈ હતી જેના પગલે ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા નિરીક્ષણ કરી ,ફરિયાદ નોંધી ચોરો ને પકડવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.ત્યારે વિચારશીલ બાબત એ છે કે દરરોજ રાત્રે તાલુકા મથક માં પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફ ને હાથતાળી આપી આ ચોરો મોડી રાત્રે ચોરી ને અંજામ આપી ફરાર થઈ જતા પેટ્રોલિંગ સ્ટાફ ની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે , ત્યારે જોવા જેવી વાત એ પણ થઈ કે ચોરી કરવા આવનાર ચોરો દુકાનો માં લાગેલા સી.સી.ટી વી.કેમેરા સહિત ડી .વી.આર. પણ ઉઠાવી ગયા હતા ત્યારે ચોર પોલીસ કરતા પણ હોશિયાર બની ગયા હોય તેમ વર્તતા પોલીસ તંત્ર ની કામગીરી બાબતે પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે.રિપોર્ટર-અજય સોલંકી ડીસા
