ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

અમદાવાદમાં ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદમાં ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન

• REPUBLIC INDIA TODAY

 અમદાવાદમાં ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ: નીક ફિલ્મ્સના ડાયરેક્ટર નીતિશ પંચાલ અને ભુમિકા પંચાલના સંચાલન હેઠળ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ૧૧ મે, ૨૦૨૫ના રોજ સાંજે ૬ થી ૧૦ દરમિયાન ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫ (GISA-2025) ભવ્ય અને સુંદર રીતે યોજાયો હતો. આ એવોર્ડ શો કોઇપણ પ્રકારની ફી વગર ત્રીજી વખત સતત આયોજિત થયો હતો, જેમાં ગુજરાતી ફિલ્મ, નાટક અને યુ-ટ્યુબ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા.

કાર્યક્રમની શરૂઆત અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સાથે શ્રી કમલેશભાઈ પંચાલ, ભાવનાબેન પંચાલ, પારુલબેન જોબનપુત્ર, જગદીશભાઈ પંચાલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા.

આ શોમાં પ્રસિદ્ધ અભિનેત્રી ભાવિની જાની, ફિલ્મ અભિનેત્રી પ્રાપ્તી અજવાલીયા, સીંગર દેવ પગલી, એક્ટર જીજ્ઞેશ મોદી, અને અન્ય ઘણા જાણીતા કલાકારોએ હાજરી આપી હતી.

વિજેતાઓનું સન્માન: વ્યુઅર્સ ચોઇસ ફિલ્મ, નાટક અને અન્ય કેટેગરીઝમાં શ્રેષ્ઠ પુરસ્કાર વિજેતાઓ જેમકે પાર્થ કોટક, કવીશા સંઘવી, મમતા સોની, મૌલિક ચૌહાણ, નિધી ઉપાધ્યાય, ગૌરાંગ જીડી, નૈત્રી રાણા, તાન્યા શાહ વગેરેને ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્પોન્સર્સ અને સહયોગીઓ: આ કાર્યક્રમના મુખ્ય સહયોગીઓમાં આર સ્ક્વેર ઇવેન્ટ, ડાન્સ પ્રકૃતિ, ચાંદીકલા, પુજા ડિજીટલ સ્ટુડિયો, પી.એસ. ગોલ્ડ, ઓમ વેલનેસ, સેમ્સ પ્રોડકશન સહિત અનેક પ્રતિષ્ઠિત સંગઠનોનો સમાવેશ થયો હતો.

મીડિયા કવરેજ: આ ઇવેન્ટને મીડિયા પાર્ટનર તરીકે મુખ્ય કે ટીવી ન્યુઝ ચેનલ હતી. અન્યમાં મા ન્યુઝ ચેનલ,રીપબ્લિક ઈન્ડિયા ટુડે , જનતા દસ્તક ન્યુઝ ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલ, સ્કાયનેટ ન્યુઝ મેનલ, રફતાર ન્યુઝ ચેનલ, સાંપ્રત ન્યુઝ ચેનલ, ઓસ્કાર ન્યુઝ ચેનલ, જી ૧૨ ન્યુઝ ચેનલ, આંખો દેખી ન્યુઝ ચેનલ, ગુજરાતનો બેલી ન્યુઝ, એન. જી. ન્યુઝ, કે. એસ. ન્યુઝ, મારું મંતવ્ય ન્યુઝ, શફીર ન્યુઝ, ભુમિ સંગ્રામ ન્યુઝ દ્વારા સમગ્ર ઈવેન્ટનું કવરેજ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા સમયમાં આવા વધુ સારા આયોજન માટે સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી - રીપોર્ટ બાય - યોગેશ પંચાલ અમદાવાદ



2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો