ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

બોમ્બે હોટેલમાં દારૂનો ધંધો ધમધમતો! સ્થાનિક પોલીસની નિષ્ક્રીયતાથી ઉઠી રહેલા પ્રશ્નો

બોમ્બે હોટેલમાં દારૂનો ધંધો ધમધમતો! સ્થાનિક પોલીસની નિષ્ક્રીયતાથી ઉઠી રહેલા પ્રશ્નો

• REPUBLIC INDIA TODAY

બોમ્બે હોટેલમાં દારૂનો ધંધો ધમધમતો! સ્થાનિક પોલીસની નિષ્ક્રીયતાથી ઉઠી રહેલા પ્રશ્નો

સામખિયાળી નેશનલ હાઈવે મધ્યસ્થિત બોમ્બે હોટેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં ધડાધડ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે – તે પણ ખુલ્લેઆમ રીતે. ખાસ વાત એ છે કે બોમ્બે હોટેલ ગુજરાતમાં આવેલ હોવા છતાં અહીં બોમ્બે (મુંબઈ) જેવી દારૂબંધીનો ઉલટો ચિતાર જોવા મળે છે.

આ હોટેલ લાકડિયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને તેનાથી થોડા જ અંતરે આવેલી છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ મોટી કાર્યવાહી ન થવા પામતા, લોકોમાં અણઉકળાટ વ્યાપી રહ્યો છે. સ્થાનિકોએ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતાં કહ્યું છે કે, જો સ્થાનિક પોલીસ કાર્યવાહી ન કરે તો શું એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા તપાસ હાથ ધરાશે?

સાર્વજનિક રોષને ધ્યાનમાં રાખતા હવે પ્રશ્ન ઉઠે છે કે લાકડિયા પોલીસ સ્ટેશન કે સ્થાનિક ઉચ્ચકક્ષાની ટીમ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે કેમ?

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે એવો આક્ષેપ કરાતો રહ્યો છે. આ પ્રકારની ઘટનાઓ એ દારૂબંધીની પર સીધો સવાલ ઊભો કરે છે. બોમ્બે હોટેલમાં ચાલતા આ દારૂના ધંધાની સામે કડક પગલાં લેવામાં આવશે કે કેમ એ જોવાનું હવે બાકી છે.


2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો