ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલનો મુદ્દો 13 વર્ષથી અધૂરો: હજારો હેક્ટર જમીન આજેય પાણી વિહોણી

વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલનો મુદ્દો 13 વર્ષથી અધૂરો: હજારો હેક્ટર જમીન આજેય પાણી વિહોણી

• REPUBLIC INDIA TODAY

 વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલનો મુદ્દો 13 વર્ષથી અધૂરો: હજારો હેક્ટર જમીન આજેય પાણી વિહોણી

રેલવે અને હાઈવેના બહાને વિકાસ અટકાવ્યો? ખેડૂતોએ ઉઘાડ્યું મૌન

માલતીબેનના મતવિસ્તારમાં નર્મદાનું પાણી અટવાયું – જવાબદારી કોણ લેશે?

વાંઢિયા (કચ્છ): વાંઢિયા ગામે રામદેવ મંદિરની બાજુમાં આવેલી કેનાલ, રેલવે ટ્રેક અને નેશનલ હાઈવેને ક્રોસ કરી શકી નથી. છેલ્લા આશરે 13 વર્ષથી આ માર્ગ પર નર્મદાની કેનાલ અટવાયેલી છે, જેના કારણે આશરે 8000 હેક્ટર જમીનને આજેય નર્મદાનું પાણી મળતું નથી. આ વિસ્તાર માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીના મત વિસ્તારમાં આવે છે છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.


જોકે આ કામ માટે આદરણીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા બાપુએ સતત સંબંધિત વિભાગોને દબાણ કરીને આ પ્રોજેક્ટ માટે રેલવે તથા હાઈવે ક્રોસિંગની ડિઝાઇન મંજૂર કરાવી છે. હાલ આ સ્થળે કામ શરુ થયેલું છે પરંતુ હાલના સર્વિસ રોડની ગતિજતી અને ઘટિયા કામગીરીથી એવું લાગી રહ્યું છે કે કોઈપણ સમયે રસ્તો ધસી પડે તેવી સ્થિતિ છે.


ખેડૂતોમાં ભારે અસંતોષ છે અને માંગ કરી રહ્યા છે કે સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સ્વયં સ્થળ પર આવી નિરીક્ષણ કરે તથા ખેડૂતોની સમસ્યા સમજે. આ સાથે, જે રીતે વિરેન્દ્રસિંહ બાપુ તથા અનિરુદ્ધભાઈ દવે સાહેબે નર્મદા મુદ્દે રસ લઈને કામ આગળ ધપાવ્યું છે, તેવીજ તત્પરતા સ્થાનિક પ્રતિનિધિઓ તરફથી પણ જોવાં મળવી જોઈએ.


જો આ કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય તો આ વિસ્તારમાં હજારો એકર જમીનને સિંચાઈ માટે પાણી મળી શકે, ઘણા તળાવો ભરાઈ શકે, રણ કાંઠાના વિસ્તારોમાં વન્યજીવો અને પશુઓની તરસ છીપાઈ શકે છે તેમજ પીવાના પાણી માટે પણ અનેક ગામોને ફાયદો થઈ શકે તેમ છે. રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો