અંજાર પૂર્વ કચ્છ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના દબાણ સામે કાયદાનો દંડો આકારાતાં "દાદાનું બુલડોઝર" ફરી એકવાર એક્શનમાં આવ્યું
અંજાર પૂર્વ કચ્છ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના દબાણ સામે કાયદાનો દંડો આકારાતાં "દાદાનું બુલડોઝર" ફરી એકવાર એક્શનમાં આવ્યું
તારીખ - ૧૦ જુન ૨૦૨૫ -મંગળવાર - અંજારના સીમ વિસ્તારમાં આવેલ રોટરી નગર વીડી રોડ પર રહેલા મુસ્તાક ઉર્ફે મુસીયો નજમુદ્દીન બાયડ નામના શખ્સે રેવન્યુ સર્વે નંબર 43 પર વિકાસ સત્તા મંડળ હસ્તકની જમીન પર ગેરકાયદેસર માળખું બનાવી રાખ્યું હતું.
આ સ્થળે આરોપીએ પોતાના અંગત વસવાટ માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે મકાન બનાવેલું હતું, જે ફરીથી ચકાસણી બાદ આરોપીએ પોલીસ અને તંત્રના દબાણમાં આવી સ્વેચ્છાએ તોડી પાડ્યું હતું.
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ: ડિમોલિશનનું સ્થળ: રોટરી નગર, વીડી રોડ, અંજાર સીમ વિસ્તાર - જમીન: રેવન્યુ સર્વે નં. 43 (આડા), અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ હસ્તક જમીન અને બાંધકામની અંદાજ કિંમત: ₹22,03,800/- બિલ્ડિંગ કિંમત: ₹6,00,000/- પ્લોટ (222.75 ચો.મી.): ₹16,03,800/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ: મુસ્તાક ઉર્ફે મુસીયો સામે પૂર્વમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે જેમ કે ખૂનનો પ્રયાસ રાયોટીંગ પ્રોહિબિશન ધારા હેઠળના ગુનાઓ મારામારી અને શરીરસંબંધિત અન્ય ગુનાઓ
પૂર્વ કચ્છ પોલીસ તથા અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જાહેર જમીનને ગેરકાયદેસર કબજામુક્ત કરાવવામાં આવી અને ગુનાખોરી પર તંત્રે સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કે ગુનાખોરી સહન કરવામાં નહીં આવે.
