ભરતપુર કંપની પરમવીરની બાજુમાં આવેલી તેલ કંપનીમાં ભારે ચોરી, CCTV માં હથિયારધારી લોકો કેદ: તપાસ સામે ઉઠ્યા પ્રશ્નો
ભરતપુર કંપની પરમવીરની બાજુમાં આવેલી તેલ કંપનીમાં ભારે ચોરી, CCTV માં હથિયારધારી લોકો કેદ: તપાસ સામે ઉઠ્યા પ્રશ્નો
ગાંધીધામ - ભરતપુર કંપની તારીખ ૨૦ મે, ૨૦૨૫ ના રોજ ભરતપુરકંપની પરમવીર ની બાજુમાં આવેલી એક તેલની કંપનીમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અજાણ્યા શખ્સોએ કંપનીમાં ઘૂસી ચોરી અંજામ આપી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. ચોંકાવનારી વાત એ છે કે વિડીયો ફૂટેજમાં એક શખ્સો હથિયાર સાથે દેખાય છે.
જ્યારે રીપબ્લિક ટીમ દ્વારા ગાંધીધામ B-Division ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.ગૌજીયા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પહેલાં જવાબ મળ્યો કે "તપાસ કર્યા બાદ માહિતી આપવામાં આવશે". ત્યારબાદ જ્યારે ફરીથી ફોન કરવામાં આવ્યો તો કોલ કટ કરવામાં આવ્યો અને ત્યારપછી કોલ ઉઠાવવામાં આવ્યો નથી.
આ કારણે પ્રશ્ન ઉઠે છે કે શું પોલીસ દ્વારા ઘટનાઓ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આવા ગંભીર મુદ્દાઓમાં તાત્કાલિક પગલાં ભરવાને બદલે જવાબદારીથી બચવાનું દૃશ્ય લોકોમાં ગુસ્સો ફેલાવી રહ્યું છે. જો આ ધટના અંગે સાચી વિગતો જાહેર ન થાય તો આ પ્રકારના અધિકારીઓ સામે કડક પગલાં લેવાનું આવશ્યક બનશે.
જણાવવું રહ્યું કે CCTV ફૂટેજમાં દેખાતા શખ્સો પાસે હથિયાર હોવાનું જણાય છે, જે સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવે છે.
મુખ્ય પ્રશ્નો:
કેમ ઘટના અંગે તાત્કાલિક માહિતી જાહેર કરવામાં નહીં આવી?
શું પોલીસ વિભાગ કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે?
શું સ્થાનિક લોકોની સલામતી સુરક્ષિત છે?
આ ઘટનાને લઈને સ્થાનિક પબ્લિકમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ કઈ રીતે પગલાં લે છે અને પબ્લિકને સાચી માહિતી આપે છે કે નહીં - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
