ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

નવી ભચાઉના 26 બંગલામાં બેદરકારીનો ભયજનક બનાવ બાંધકામના ખુલ્લા બીમ-કોલમના ખાડામાં કૂતરું પડ્યું, વરસાદ બાદ પાણીમાં તરતી મળી બોડી

નવી ભચાઉના 26 બંગલામાં બેદરકારીનો ભયજનક બનાવ બાંધકામના ખુલ્લા બીમ-કોલમના ખાડામાં કૂતરું પડ્યું, વરસાદ બાદ પાણીમાં તરતી મળી બોડી

• REPUBLIC INDIA TODAY

નવી ભચાઉના 26 બંગલામાં બેદરકારીનો ભયજનક બનાવ બાંધકામના ખુલ્લા બીમ-કોલમના ખાડામાં કૂતરું પડ્યું, વરસાદ બાદ પાણીમાં તરતી મળી બોડી

ભચાઉની નવી ભચાઉ વિસ્તારમાં આવેલા 26 બંગલા વિસ્તારમાં બાંધકામ દરમિયાન ખુલ્લા રાખવામાં આવેલા બીમ-કોલમના ખાડા અને ટાંકા ગંભીર જોખમરૂપ બન્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વિસ્તારમાં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ સ્થળે બીમ-કોલમના ખાડા તેમજ ટાંકા ખુલ્લા રાખવામાં આવ્યા છે. આ દરમિયાન એક કૂતરું ખુલ્લા ખાડામાં પડી ગયું હતું. ખાડામાંથી બહાર નીકળી ન શકતા કૂતરાનું મોત થયું હોવાની માહિતી મળી છે.

વરસાદ બાદ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. પાણીમાં કૂતરાની બોડી તરતી જોવા મળતાં આસપાસના રહેવાસીઓને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે બાંધકામ સ્થળે ખુલ્લા ખાડા અંગે મકાન માલિકને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી. સૌથી મોટો સવાલ એ છે કે જો આ ખુલ્લા ખાડામાં કૂતરાની જગ્યાએ કોઈ નાનું બાળક પડી જાય તો જવાબદારી કોની રહેશે? વરસાદી માહોલમાં ખુલ્લા ખાડા અને પાણીથી ભરાયેલા ટાંકા વધુ જોખમી બની શકે છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા સ્થળની તપાસ કરી ખુલ્લા ખાડા તાત્કાલિક સુરક્ષિત કરાવવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો