ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

આર્મીની ફરજ સાથે ફિલ્મનું સપનું સાકાર કરનાર અંજારના યુવાન સુથાર પાર્થની અનોખી સફર

આર્મીની ફરજ સાથે ફિલ્મનું સપનું સાકાર કરનાર અંજારના યુવાન સુથાર પાર્થની અનોખી સફર

• REPUBLIC INDIA TODAY

કેમેરો નહોતો, બજેટ નહોતું… પણ સપનું મોટું હતું

આર્મીની ફરજ સાથે ફિલ્મનું સપનું સાકાર કરનાર અંજારના યુવાન સુથાર પાર્થની અનોખી સફર

મારું નામ સુથાર પાર્થ છે અને હું અંજારનો રહેવાસી છું. બાળપણથી જ મને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનો ખૂબ શોખ રહ્યો છે. હાલમાં હું આર્મીમાં ફરજ બજાવું છું, પરંતુ મારી ફરજની સાથે મળતા વ્યક્તિગત સમયનો ઉપયોગ હું મારા આ શોખ અને સર્જનાત્મકતાને આગળ વધારવા માટે કરું છું.

મારા મનમાં એક વાર્તા હતી અને મને થયું કે આ વાર્તાને ફિલ્મના સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડવી જોઈએ. રજામાં જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી પાસે ફિલ્મ બનાવવા માટે માત્ર 10 દિવસનો સમય હતો. કોઈ મોટો કેમેરો નહોતો, કોઈ પ્રોફેશનલ ટીમ નહોતી અને મોટું બજેટ પણ નહોતું. મારી પાસે માત્ર એક જૂનો મોબાઈલ અને ચાર-પાંચ મિત્રો હતા. પરંતુ સપનું મોટું હતું. અમે દિવસ-રાત મહેનત કરીને માત્ર 10 દિવસમાં આખી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું.

રજા પૂરી થયા બાદ હું ફરી આર્મીની ફરજ પર જોડાયો. આખો દિવસ ડ્યુટી કર્યા પછી મળતા ફ્રી ટાઈમમાં મેં એ જ જૂના મોબાઈલથી ફિલ્મનું સંપૂર્ણ એડિટિંગ કર્યું. ફિલ્મની વાર્તા લખવાથી લઈને ડાયલોગ, શૂટિંગ અને એડિટિંગ સુધીની દરેક પ્રક્રિયામાં મેં જાતે મહેનત કરી. કોઈ મોટા સોફ્ટવેર કે મોંઘા સાધનો વગર માત્ર શીખવાની ઈચ્છા અને કંઈક અલગ કરવાની જિદ્દ સાથે આ ફિલ્મ તૈયાર કરી.

મારી ફિલ્મ લોકો સુધી પહોંચે અને મારા શહેરના લોકો તેને સાથે બેસીને જોઈ શકે એ માટે મેં અંજારમાં ફિલ્મનો ફ્રી શો રાખ્યો. મને આશા હતી કે લગભગ 200 લોકો આવશે, પરંતુ મારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે પ્રેમ મળ્યો અને 1000થી વધુ લોકો ફિલ્મ જોવા માટે આવ્યા. બેસવાની જગ્યા ઓછી પડી છતાં લોકો ઊભા રહીને ફિલ્મ જોતા રહ્યા. કોઈ ફિલ્મ અધવચ્ચેથી ઊઠીને ગયું નહીં અને દર્શકો તરફથી મળેલી પ્રશંસા મારા માટે સૌથી મોટી સફળતા બની.

મારા માટે આ ફિલ્મ માત્ર એક ફિલ્મ નથી. આ મારા સપનાને સાકાર કરવાની શરૂઆત છે. મારી પાસે ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી, કોઈ મોટું પ્રોડક્શન હાઉસ નથી અને શરૂઆતમાં કોઈ ખાસ સપોર્ટ પણ નહોતો. છતાં મેં એક વાત હંમેશાં માની છે — સાધનો ઓછા હોય તો સપનું નાનું ન કરવું.

આજે મારા શહેર અંજારના લોકોએ મારી મહેનતને જે પ્રેમ આપ્યો છે, એ મારા માટે કોઈપણ પૈસા કે એવોર્ડ કરતાં મોટું ઈનામ છે. આ સફરે મને એક જ વાત શીખવી છે કે જો ઈરાદો મજબૂત હોય તો એક જૂનો મોબાઈલ પણ એક મોટી વાર્તા દુનિયા સુધી પહોંચાડી શકે છે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો