ફતેહગઢ ફાયરિંગ કેસ ઉકેલાતા વાગડ રબારી સમાજે પોલીસ ટીમનું સન્માન કર્યું
ફતેહગઢ ફાયરિંગ કેસ ઉકેલાતા વાગડ રબારી સમાજે પોલીસ ટીમનું સન્માન કર્યું
રાપર તાલુકાના ફતેહગઢ ભોજનારી ડેમ નજીક રબારી યુવાન પર થયેલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડનાર પૂર્વ કચ્છ પોલીસની ટીમનું વાગડ રબારી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ફતેહગઢ ભોજનારી ડેમ નજીક રબારી યુવાન પર થયેલા ફાયરિંગની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસની આ કામગીરીને બિરદાવતા વાગડ રબારી સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓ અને ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર, ભચાઉ ડી.વાય.એસ.પી. સાગર સંબાડા, એલ.સી.બી. પી.આઈ. જે.એમ. વાળા અને રાપર પી.આઈ. આર.એલ. ખટાણા સહિત એલ.સી.બી. ટીમ તથા રાપર પોલીસના કર્મચારીઓને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના આગેવાનોએ પોલીસની ઝડપી કાર્યવાહી અને તપાસ કામગીરીને આવકારી હતી. ફાયરિંગ કેસમાં આરોપીઓને ઝડપી પાડવાથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી અંગે પોલીસ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
