ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

અંબાજી જતા પદયાત્રીઓ સાથે ગમખ્વાર અકસ્માત

અંબાજી જતા પદયાત્રીઓ સાથે ગમખ્વાર અકસ્માત

• REPUBLIC INDIA TODAY

 અંબાજી જતા પદયાત્રીઓ સાથે ગમખ્વાર અકસ્માત

સ્કોર્પિયો ગાડીએ પદયાત્રીઓને અડફેટે લીધા હોવાની માહિતી; અનેક લોકો કચડાયા હોવાની ચર્ચા, ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલો

અંબાજી દર્શન માટે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓ સાથે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, એક સ્કોર્પિયો ગાડીએ પદયાત્રીઓને અડફેટે લીધા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતમાં અનેક પદયાત્રીઓને ઈજા થઈ હોવાની ચર્ચા છે. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, રોષે ભરાયેલા પદયાત્રીઓએ સ્કોર્પિયો ગાડીને આગ ચાંપી હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

અંબાજી તરફ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જતા હોય ત્યારે તેમની સુરક્ષા માટે પૂરતી ટ્રાફિક વ્યવસ્થા અને તકેદારીના પગલાં લેવાયા છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તકેદારીના દાવા માત્ર કાગળ પર જ છે કે જમીન પર પણ અસરકારક વ્યવસ્થા છે? તે અંગે તપાસ જરૂરી બની છે. અકસ્મતમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને ઘટનાની સમગ્ર હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટર અમીત જોષી ઈડર

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો