વાંઢિયામાં બોર્ડ-નામ વગર કંપની ધમધમે છે! GPCB- SDMની નજર ક્યારે પડશે?
વાંઢિયામાં બોર્ડ-નામ વગર કંપની ધમધમે છે! GPCB- SDMની નજર ક્યારે પડશે?
વાંઢિયાની બેનામી કંપનીનો ખેલ? અંદર શું ચાલે છે તેની તપાસ ક્યારે થશે?
વાંઢિયામાં બોર્ડ-નામ વગર ધમધમતી કંપની! GPCB અને SDMની નજર ક્યારે પડશે?
ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં બોર્ડ અને કંપનીનું નામ દર્શાવ્યા વગર ચાલતી એક કંપનીને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. કંપનીના સ્થળે ઓળખ દર્શાવતું બોર્ડ ન હોવાને કારણે કંપનીની નોંધણી, કામગીરી અને જરૂરી સરકારી મંજૂરીઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે.
કંપનીનું સત્તાવાર નામ શું? રજિસ્ટ્રેશન ક્યાં છે? અંદર કઈ પ્રકારની કામગીરી થાય છે? કઈ મંજૂરી અને NOCના આધારે કંપની ચાલી રહી છે? જેવા સવાલોના સ્પષ્ટ જવાબો હજુ સામે આવ્યા નથી. હવે આ જવાબ બાદ કંપનીની કામગીરી અંગે સ્થાનિકોમાં વધુ ચર્ચા શરૂ થઈ છે.
જો કંપનીમાં કેમિકલ, ઔદ્યોગિક પ્રક્રિયા અથવા પ્રદૂષણ સાથે સંકળાયેલી કામગીરી થતી હોય, તો GPCBની લાગુ પડતી મંજૂરી, પર્યાવરણ સંબંધિત નિયમો અને અન્ય જરૂરી પરવાનગીઓનું પાલન થાય છે કે નહીં, તેની સત્તાવાર તપાસ જરૂરી બની છે.
હાલમાં કંપની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તેવો સત્તાવાર પુરાવો સામે આવ્યો નથી. પરંતુ કંપનીની ઓળખ અને કામગીરી અંગે ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે હવે GPCB અને ભચાઉ SDM તંત્ર સ્થળ તપાસ કરશે કે નહીં? તે મુદ્દે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
હવે સવાલ સીધો તંત્રને— બોર્ડ વગર ચાલતી કંપનીની હકીકત બહાર આવશે? કંપની પાસે કઈ-કઈ મંજૂરી છે તેની તપાસ થશે? GPCBની ટીમ સ્થળ પર પહોંચશે? અને SDM તંત્ર સમગ્ર મામલે સત્તાવાર તપાસ કરશે? સ્થાનિકો હવે તપાસ નહીં, પરંતુ તપાસનું પરિણામ શું આવે છે તેની રાહ જોઈ રહ્યા છે.
