ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

અપરાધ મુક્ત ગામથી અપરાધ મુક્ત ભારત” વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ એક સંકલ્પ

અપરાધ મુક્ત ગામથી અપરાધ મુક્ત ભારત” વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ એક સંકલ્પ

• REPUBLIC INDIA TODAY

 “અપરાધ મુક્ત ગામથી અપરાધ મુક્ત ભારત” વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ એક સંકલ્પ

ગાંધીધામ, ગુજરાત | 20 સપ્ટેમ્બર 2026 સન્નિધિ: પરમ પૂજ્ય શ્રી શ્રી 108 ગુરુ દેવેન્દ્રગીરી મહારાજ માર્ગદર્શન: યોગગુરુ સ્વામી હર્ષાનંદ ગિરીજી મહારાજદાણેશ્વર મહાદેવ મંદિર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “અપરાધ મુક્ત ગામથી અપરાધ મુક્ત ભારત” અભિયાનની સંકલ્પના રજૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ અપરાધની સામાજિક પરિસ્થિતિઓને સમજવા સાથે નશામુક્તિ, શિક્ષણ, યુવા માર્ગદર્શન, મહિલા સશક્તિકરણ, પરિવાર સંવાદ, યોગ-ધ્યાન, કૌશલ્ય વિકાસ અને આર્થિક સ્વાવલંબન દ્વારા સમાજને સશક્ત બનાવવાનો છે.

અભિયાનની શરૂઆત એક ગામથી કરવામાં આવશે અને ત્યારબાદ અનેક ગામો, જિલ્લા અને રાજ્ય સુધી આ વિચારને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. અભિયાનનો સંદેશ છે કે અપરાધ સામે માત્ર દંડ પૂરતો નથી; અપરાધ થતો અટકાવવા માટે શિક્ષણ, સંસ્કાર, રોજગાર, માર્ગદર્શન અને સામાજિક સહયોગ જરૂરી છે.

ધાર્મિક સમન્વય, માનવતા અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપતા આ અભિયાનમાં પરિવાર, યુવાનો, મહિલાઓ, વડીલો, શિક્ષકો, સામાજિક સંસ્થાઓ, પોલીસ-પ્રશાસન અને મીડિયાની સહભાગિતાનું આહ્વાન કરવામાં આવ્યું છે. “ગામ બદલાશે તો પરિવાર બદલાશે, પરિવાર બદલાશે તો વ્યક્તિ બદલાશે અને વ્યક્તિ બદલાશે તો સમાજ બદલાશે.” સંકલ્પ અપરાધ મુક્ત ગામથી અપરાધ મુક્ત ભારત

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો