ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ડીસામાં દક્ષિણ પોલીસે ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ

ડીસામાં દક્ષિણ પોલીસે ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ

• REPUBLIC INDIA TODAY

ડીસામાં દક્ષિણ પોલીસે ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ

સિન્ધી કોલોનીમાંથી ૪૭ ગ્રામ ડ્રગ્સ સાથે મહિલા સહિત એક જ પરિવારના ૩ સભ્યો ઝડપાયા: ₹૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

ડીસા શહેરમાં નશાના કારોબાર સામે લાલ આંખ કરી ડીસા દક્ષિણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. કોટવાલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગતરાત્રે દરમિયાન 

મળેલી ચોક્કસ બાતમીના આધારે દક્ષિણ પોલીસે શહેરના સિન્ધી કોલોની વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ૪૭ ગ્રામ ડ્રગ્સ તથા અન્ય સામગ્રી મળીને રૂપિયા ૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી પોલીસે ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે.

એક જ પરિવાર ચલાવતો હતો નશાનું નેટવર્ક - પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એક જ પરિવારના આ સભ્યો નશાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. થોડા દિવસ પહેલા પણ આજ પરીવારના સભ્યો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા ત્યારે આજે વધું એજ પરીવારના ત્રણ સભ્યોને નશાનું નેટવર્ક ચલાવતાં ઝડપી પાડ્યાં છે દક્ષિણ પોલીસે ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું અને કોને સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.

દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જ્યારથી પી આઈ એમ બી કોટવાલે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી નશાનું નેટવર્ક ચલાવતાં અસમાજીક તત્વો સામે લાલ આંખ કરીને નશાખોરો અને નશાનું નેટવર્ક ચલાવતાં ઇસમોને પકડી પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે.

દક્ષિણ પોલીસની કામગીરીની સાર્વત્રિક પ્રશંસા - ડીસા શહેરમાં યુવાધનને બરબાદ કરતા નશાના કારોબારીઓ સામે પી.આઈ. એમ.બી. કોટવાલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કડક અને ત્વરિત કાર્યવાહીથી નશાખોરો અને અસામાજિક તત્વોમાં ફાળ પડી ગઈ છે. પોલીસની આ સફળ અને સરાહનીય કામગીરી બદલ ડીસા શહેરના નાગરિકો દ્વારા દક્ષિણ પોલીસની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો