ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ભચાઉના રામવાડી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં બે કારને નુકસાન, જાનહાનિ ટળી

ભચાઉના રામવાડી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં બે કારને નુકસાન, જાનહાનિ ટળી

• REPUBLIC INDIA TODAY

 ભચાઉના રામવાડી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં બે કારને નુકસાન, જાનહાનિ ટળી

ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમે વુડ કટરથી વૃક્ષ કાપીને બંને કારને બહાર કાઢી

ભચાઉ, કચ્છ: ભચાઉ શહેરના રામવાડી વિસ્તારમાં આજે તા. 15/10/2026ના રોજ સવારે આશરે 11 વાગ્યાના અરસામાં એક મોટું વૃક્ષ ધરાશાયી થતાં બે કાર તેની નીચે દબાઈ ગઈ હતી. આ ઘટનામાં બંને કારને નુકસાન પહોંચ્યું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઘટનાની જાણ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કોલ મારફતે થતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર તપાસ કરતાં એક વિશાળ વૃક્ષ બે કાર ઉપર પડેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ ફાયર ટીમે વુડ કટરની મદદથી વૃક્ષને કાપવાની કામગીરી હાથ ધરી હતી અને વૃક્ષ હટાવી બંને કારને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે રસ્તા પરથી વૃક્ષ દૂર કરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ અને જયરાજસિંહ જોડાયા હતા. - અહેવાલ: અલ્પેશ જી. પ્રજાપતિ, ભચાઉ

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો